આજ રોજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા પોલીસ મથકની હદમાં શ્રાવણીયો જુગાર રમતાં પાંચ ઈસમો સાથે એક મહિલા વાલિયા પોલીસના હાથે ઝડપાઈ જતાં જુગારીઓમાં ફફડાટ ફેલાઈ જાવા પામ્યો છે.
વાલિયા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં નવા નિમાયેલા બાહોશ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની બદીઓ દૂર કરવા દરેક પોલીસ મથકના પી.આઈ અને પી.એસ.આઈ ઓને સૂચનાઓ આપવામાં આવી છે.

ત્યારે અંકલેશ્વર ડીવાયએસપી લખધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર ઝેડ.એન. ઘાસુરાને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના ગાંધુ ગામે ટેકરી ફળિયામાં કેટલાક ઈસમો જાહેર માં ઇલેક્ટ્રીક લાઈટના થાંભલા નીચે બેસીને પત્તા પાના નો હાર-જીત નો રૂપિયા વડે જુગાર રમી રમાડી રહ્યા છે.જેના આધારે વાલિયા પી.આઈ તથા પોલીસ સ્ટાફના માણસો અને પંચોની સાથે બાતમી વાળી જગ્યા પર રેઈડ કરતાં પાંચ પુરૂષો અને એક મહિલા મળી કુલ ૬ ઈસમો જુગાર રમતાં પોલીસને રંગે હાથે ઝડપાઈ જવા પામ્યા હતાં.

પોલીસ દ્રારા તેવોની અંગ જડતી તથા દાવ પરથી રોકડા રૂપિયા ૧૦,૨૩૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ જેની કિંમત રૂપિયા ૫૦૦૦/- તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૧૫,૨૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગારી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પોલીસ દ્રારા ઠેરઠેર જુગાર/દારૂની રેઇડો પાડી જુગારીઓ અને બુટલેગરોને સકંજામાં લેતા ભરૂચ જિલ્લામાં બે નંબરી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પકડાયેલ જુગારીઓ
(૧) સુખા મેલીયા વસાવા,ગાંધુ ગામ,વાલિયા.
(૨) નરેશ ઠાકોર,ગાંધુ,વાલિયા.
(૩) ગોકુળ ચંદુ વસાવા,લુણા, સોનેરી ફળિયું, વાલિયા.
(૪) સુરેશ રવજી વસાવા,ગાંધુ, વાલિયા.
(૫) જશવંત ચંદુ વસાવા,લુણા, સોનેરી ફળિયું,વાલિયા.
(૬) મનીષા રાજેશ વસાવા,ગાંધુ ટેકરી ફળિયું, વાલિયા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






