નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો વિકાસથી વંચિત

0
212

નેત્રંગ:

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર ધ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો આપવામાં આવ્યો હતો. જેમાં નવો નેત્રંગ તાલુકો બનાવવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ હતો કે રાજયાના સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના ગામોસુધી પહોંચે અને સમગ્ર વિસ્તારનોસર્વાંગી વિકાસ થાય. પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો વિકાસથી વંચત રહી ગયા હોય તેવું જણાય રહયું છે.જેમાં મુખ્યતવે ધોલેગામ, ઢેબર, કાકરાપાડા, મુંગજ, ચમામણી, વાંકોલ, ઉમરખેડા, બુગખુંટાપાડા પણ અને કોયલાપાડા જેવા પછાત ગામોમાં વસવાટ કરતા પ થી ૬ હજાર ગરીબ આદિવાસી લોકોને વિકાસ એટલે શું એ ખબર જ નથી.
નેત્રંગ ટાઉનથી ઉત્તર દિશામાં ૧૦ કિ.મીટર બાદ આવેલા આ પછાત ગામોમાં રસ્તાના કોઇપણ પ્રકારના ઠેકાણા જણાય રહયા નથી. જેમાં છેલ્લા ૧પ વર્ષથી રસ્તાનું પ્રાથમિક ધોરણે પણ સમારકામ કરાયું નથી. જેથી બિસ્માર રસ્તાના કારણે સ્થાનિક રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગામોમાં આવેલી પ્રા.શાળાઓમાં પુરતા પ્રમાણમાં શિક્ષકો અને શૈક્ષણિક સવલતોના અભાવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જેખમમાં જાવા મળી રહયું છે. જેથી ગરીબ પરીવારના સંતાનો શાળામાં જવાને બદલે ખેતમજુરી તેમજ ઘાસચારો, ઢોર ચરાવવા જીવન જીવવા મજબુર બની ગયા છે.
આ ગામોમાં આરોગ્યલક્ષી સુવિધાની સતત અછત વર્તાય રહી છે. જેથી ગરીબ પરિવારના આદિવાસી સમાજના દર્દીઓને પોતાના આરોગ્યની પ્રા. સારવારની તપાસણી અર્થે જીવના જાખમે મુસાફરી કરીને નેત્રંગ તાલુકા સુધી લાંબા થવું પડે છે. બિસ્માર રસ્તાના કારણેઅન્ય સરકાર આરોગ્યલક્ષી સેવની મુખ્ય યોજના એવી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ છેવાડાના ગામ સુધી પહોંચી શકતી નથી. જેથી મહિલાઓને પ્રસુતિ, વૃધ્ધોની સારવાર સહિતનાની–મોટી બિમારી માટે લોકો હાયમારી પોકારી ઉઠે છે. જયારે આજુબાજેએ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો વિકાસથી અને પ્રાથમિક સવલતો અને સુવિધથી વંચિત રહી ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાય રહયું છે.
આમ વિકાસના અભાવે ગરીબ પરીવારો અને તેમના સંતાનો આદીમાનવના સમયનું જીવન જીવવા મજબુર બન્યા છે. જેથી નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોનો સર્વાંગી વિકાસ થાય તેવું લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY