પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રગટ કરાયું
વલસાડ, તા.૧૬
વલસાડ જિલ્લાના ભિલાડ ફાયરિંગ બટ વિસ્તારમાં આર.પી.એફ. ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ, વલસાડના કર્મચારીઓના તાલીમના ભાગરૂપે માર્ચ-૧૯ મહિનાની તા.૧૬ અને ૧૭ તેમજ એપ્રિલ-૧૯ માસની તા.૨૬, ૨૭ અને ૨૮ દરમિયાન રોજ સવારે ૭-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે. આ ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન કોઇપણ વ્યકિતને ઇજા ન થાય તે હેતુસર વલસાડના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કમલેશ બોર્ડરે એક જાહેરનામા દ્વારા ફાયરિંગ બટ ભીલાડ તા.ઉમરગામ જિ.વલસાડના ર કિ.મી. વિસ્તારમાં ઉપરોકત સમય અને તારીખે આજુબાજુના રહીશો તેમજ બહારના કોઇ અનઅધિકૃત વ્યકિતઓને આ જમીનની હદ વિસ્તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા તેમજ કોઇપણ ઢોર માલિકો તેમના ઢોર-ઢાંખરને લઇને પ્રવેશ કરવા ઉપર મનાઇ ફરમાવી છે. ગોળીબાર પ્રેક્ટિસ દરમિયાન ગોળીબારથી ઇજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા પણ જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



