રસિયાઓના ખિસ્સા ખંખેરી લેતા ભાવે કેરીનું આગમન

0
27

વલસાડ,તા.૧
ફળોનો રાજા ગણાતા કેરીનુ આગમન શરુ થયુ છે. પરંતુ ગ્લોબલ વો‹મગની માઠી અસરના કારણે કેરીના પાકને મોટા પ્રમાણમા નુકશાન થયુ છે. માત્ર ૪૦ ટકા પાકનો ઊતાર આવ્યો છે. ચાલુ વર્ષે ૨ હજાર રુપિયા સુધીના મણના ભાવો કેરીના રસિયાઓના ખિસ્સા ખંખેરી લેતા ભાવે કેરીનુ આગમન થયુ છે.
બાગાયાતનો બગીચો ગણાતા દક્ષિણ ગુજરાતમા કેરીનુ ઊત્પાદન મોટા પાયે થાય છે ખેડુતોને સારી એવી આવક રળી આપતો કેરીનો પાક છેલ્લા કેટલાક સમયથી ઓછો ઊતરી રહ્યો છે. નવસારી, સુરત અને વલસાડ જિલ્લાનો મુખ્ય પાક ગણાય છે, કેરીના મોર સારા પ્રમાણમા આવ્યા હતા, પરંતુ બદલાતા વાતાવરણની વચ્ચે કેરીના ફળનુ ખરણ મોટા પાયે થયુ હતુ, જેના કારણે માત્ર ૪૦ ટકા જેટલો જ પાક ઊતર્યો હતો.
હાલ કેરી મોડી બજારમા આવી છે અને ઓછા પાકને લીધે ભાવો આસમાન આંબી ગયા છે જેમા કેસર કેરીના ભાવો ૧ હજારથી લઈને ૨ હજાર સુધી પહોંચી ગયા છે. વેપારીઓને માર્કેટમા ઊંચા ભાવે કેરીઓ મળી રહી છે અને ઊંચા ભાવે કેરીના રસિયાઓ કેરી ખરીદી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY