મંદિર નિર્માણ અર્થે મંત્રી પાટકર દ્વારા ૫૧ હજારનું દાન
વલસાડ, તા.૩૧
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અોઝર ગામે રાય ફળિયામાં આવેલા પૂર્ણેશ્વર અને મુકતેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અર્થે ચાલી રહેલા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન મહોત્સવના ૬ઠ્ઠા દિવસે વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે વિશેષ ઉપસ્થિત રહી પોથીને વંદન કરી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાર્દ મેળવ્યા હતા. રોણવેલના સુપ્રસિદ્ધ કથાકાર શ્રી રામશંકર શાસ્ત્રીના મુખેથી ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાનું પણ મંત્રીશ્રીએ શ્રવણ કયુ* હતું. મંદિરના નવનિર્માણ માટે રૂ.પ૧ હજારનું દાન મંત્રીશ્રીએ આપ્યું હતું.
રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આપણા જીવનમાં અને સમાજમાં પરિવર્તન કરવા માટે કથા એક અગત્યનું માધ્યમ છે. કથા વર્ષો પુરાણી છે, જેમાંથી સંસ્કાર મેળવી સારા ગુણો મેળવવા જાઇએ. માતાપિતાને દરરોજ વંદન કરી ઘરે મહેમાન અને સંતને આવકાર આપી સાચી દૃષ્ટિએ જીવન ગુજારીએ તે જરુરી છે. દરેક જગ્યાએ સમાજના વિકાસ માટે ધાર્મિક કાર્યક્રમોનાં આયોજનો થાય છે, જેમાંથી જ સાચો માણસ જન્મ પામે છે. કથાઅો પૂરી થાય છે પણ તેનો અંત ક્યારેય આવતો નથી, જેમાંથી આપણને ઘણું શીખવાનું મળે છે. કથામાંથી ખૂબ જ સારી પ્રેરણા મળે છે, કથા સાંભળીને તે જીવનમાં ઉતારી આપણું જીવન બીજા માટે કેવી રીતે ઉપયોગી બને તે માટેના પ્રયાસ કરીશું તો જીવન જરૂર સાર્થક બનશે. ધાર્મિક કથાનો મહિમા સમજાવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રવાસી તરીકે આપણે આ ધરતી ઉપર આવ્યા છે ત્યારે સમાજ સુધારણામાં સહભાગી બનવું જાઇએ. વ્યાસપીઠ ઉપર કથાકાર આપણને સમજ આપે તે સમજી સાચું ગ્રહણ કરી જીવનમાં ઉતારવા પણ જણાવ્યું હતું. સંગઠિત બની ગામના વિકાસમાં સહભાગી બની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને જાણકારી આપી તેનો લાભ સૌને અપાવવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, ઓઝરના સરપંચ લીલાબેન, ગામના વડીલ ધાકલભાઇ ભસરા, અગ્રણી બાબુભાઇ વરઠા, ગુલાબભાઇ રાઉત, મહેશભાઇ ભટ્ટ, બાબલુભાઇ ચૌધરી, રમતુભાઇ ચોધરી, મંગુભાઇ, ડો.તેજસભાઇ પટેલ, ડો.ચુનીલાલ ચૌધરી, ઓઝર ગામના રામજીભાઇ, કેતનભાઇ પટેલ, રામજીભાઇ પટેલ, ગામ અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



