પાર્રિકર રાજીનામું આપશે તો ગોવા સરકારમાં રાજકીય સંકટ ઉભુ થશે

0
6

ગોવા વિધાનસભાના ડે.સ્પીકરનું નિવેદન
પણજી,તા.૫
ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની સારવાર દિલ્હીના AIIMSમાં ચાલી રહી છે. આ વચ્ચે ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ભાજપના ધારાસભ્ય મિશેલ લોબોએ કહ્યું કે, “જે દિવસે મનોહર પાર્રિકરે રાજીનામું આપ્યું કે તેમને કંઈક થયું તો ભાજપ શાસિત ગોવા સરકારમાં રાજકીય સંકટ ઊભું થઈ જશે. જ્યાં સુધી તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે, ચિંતાની કોઈ જ વાત નથી.
પાર્રિકરના સ્વાસ્થ્ય પર લોબોએ કહ્યું કે, “તેમની સ્થિતિ વધુ સારી નથી, લોકોએ સમજવું જાઈએ કે મુખ્યમંત્રી બીમાર છે. તેમને જે બીમારી છે, તેમનો કોઈ જ ઈલાજ નથી. ઈશ્વરની કૃપાથી તેઓ હજુ સુધી આપણી સાથે છે. ભગવાને તેમને કામ કરવા માટે આશીર્વાદ આપ્યાં છે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્વ રક્ષામંત્રીને કેન્સર હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદથી તેઓ ગોવા, મુંબઈ, દિલ્હી અને અમેરિકા ખાતે ઘણી વખત સારવાર અર્થે જઈ ચુક્યા છે. ૩૦ ઓખ્ટોબરે પહેલી વખત ગોવાનાં સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ પાર્રિકરને સ્વાદુપિંડનું કેન્સર હોવાની જાણકારી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY