સમગ્ર વલસાડ જિલ્લામાં ૪.૩૪ લાખ બાળકોનું મીઝલ્સ-રૂબેલા રસીકરણ રસીકરણ ઝુંબેશમાં ૯૬ ટકા સિદ્ધિ હાંસલ કરાઈ

0
310

વલસાડ, તા.૨૪
વલસાડ જિલ્લામાં તા.૧૬મી જુલાઇ, ૨૦૧૮થી એમ.આર. વેકસીન કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં શાળાઅોમાં ૧પ વર્ષ સુધીના ૪.પર લાખ બાળકોને મીઝલ્સ રૂબેલાની રસીકરણ કરવાનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરાયું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજદિન સુધી ૪૩૩પ૯૧ બાળકોનું રસીકરણ કરી ૯૬ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જેમાં કોઇને પણ ગંભીર પ્રકારની આડઅસર જાવા મળી નથી. આ અભિયાનને અનુલક્ષીને વિવિધ શાળઅોમાં રમતગમત, ચિત્રકામ, નિબંધલેખન, સંગીત, રેલી, ટી.વી. શો, રંગોળી, મહેદી સ્પર્ધાઅોનું આયોજન પણ કરાયું હતું. આ સમગ્ર અભિયાનમાં ડબલ્યુ.એચ.અો.ના પ્રતિનિધિ, ડી.આર.સી.એચ.અો., તાલુકા હેલ્થ અોફિસર, મેડીકલ અોફિસર, આર.બી.એસ.કે. ટીમ, સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થવર્કર, આશાબહેનો, આંવણવાડી કાર્યકર તેમજ શાળાના શિક્ષકોને જવાબદારીપૂર્વક પોતાનો ફરજા બજાવી છે. જિલ્લામાં ચાલી રહેલા એમ.આર. કેમ્પેઇનને સફળ બનાવવા ખાનગી બાળરોગ નિષ્ણાત, આઇ.એ.પી., આઇ.એમ.એ., મીડીયા, ધર્મગુરુઅોનો પણ સારો સહકાર મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પણ પ્રત્યેક સરકારી દવાખાનાઅોમાં એમ.આર.ની રસી દૈનિક ધોરણે મૂકવામાં આવી રહી છે, જેથી આ રસીકરણમાં બાકી રહી ગયેલા બાળકોના વાલીઅો પોતાના બાળકને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇને રસીકરણ કરાવે તેવો જિલ્લા અરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રસીથી શરીરમાં થતા નાના દાણા, ન્યુમોનીયા, ડાયેરીયા, એન્સફેલાયટીસ, જન્મજાત મોતીયો, જન્મજાત બધિરતા, હૃદયની બીમારી, માનસિક બીમારી અને અંધાપો જેવી અનેક બીમારીઅોથી રક્ષણ મળે છે. આ અંગે વધુ જાણકારી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય વર્કર, આશાબહેન અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ફોન નંબર ૦૨૬૩૨-૨પ૩૦૭૯ ઉપર સંપર્ક સાધવા વલસાડના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY