વાંકાનેર તાલુકા પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપ્યા

0
50

કાર અને દારૂનો જથ્થો મળી ૧.૯૬ લાખનો મુદામાલ જપ્ત

મોરબી જીલ્લામાં દેશી વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે પોલીસ સતત દોડધામ કરીને દારૂના જથ્થા ઝડપી રહી છે જેમાં ગત રાત્રીના સમયે વાંકાનેર તાલુકા પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોને દબોચી લઈને ૧.૯૬ લાખનો મુદામાલ કબજે લીધો છે

વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી, તેની ટીમના ગીરીશભાઈ ટાપરિયા, નગાભાઇ ડાંગર રાત્રીના પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન વાંકાનેર તાલુકાના યજ્ઞ પુરુષનગર ગામના પાટિયા નજીકથી આરોપી ધર્મેન્દ્રસિંહ જામભા રાઠોડ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી-૨ અને હિતેન્દ્રસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી ૨ વાળાની વેગનઆર કાર નં જીજે ૦૬ બીએ ૮૧૮૯ ની તલાશી લેતા કારમાંથી વિવિધ બ્રાંડની વિદેશી દારૂની બોટલ નંગ ૨૨૮૭ કીમત રૂ. ૭૯,૮૦૦ અને બીયર નંગ ૧૪૪ કીમત ૧૪,૪૦૦ મળી આવ્યો હતો

વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂ-બીયર તેમજ વેગનઆર કાર કીમત ૧ લાખ અને ૨ મોબાઈલ કીમત ૨૫૦૦ મળીને કુલ ૧,૯૬,૭૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરીને બંને આરોપીને ઝડપી લીધા છે તેમજ આરોપીની પૂછપરછ કરતા ગીરીરાજસિંહ ભીખુભા ઉર્ફે અગરસંગ વાળા રહે. યજ્ઞપુરુષનગર તા. વાંકાનેર વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા કવાયત આદરી છે.

રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY