વલસાડ અને સંઘ પ્રદેશોમાં ભૂંકપનાં આંચકાથી લોકોમાં ફફડાટ

0
6

વાપી,તા.૧
મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં સમાંયતરે ભૂંકપના આચકા રિકટર સ્કેલ પર નોંધાયા બાદ શુક્રવારે સવારે ૧૧.૦૮ કલાકે અને ૧૧.૧૪ કલાકે ૩.૨ અને ૪.૪ નો આચકો આવતા તેની અસર વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશોમાં થઇ હતી. લગભગ ૫ થી ૭ સેકન્ડ સુધી આચકાની અસર વર્તાતા લોકો ગભરાયા હતા.
ખાસ કરીને ઉમરગામમાં આંચકાને લઇ લોકો ઘરની બહાર દોડી ગયા ગતા. સાથે મકાનો વાસણો પણ ખખડયા હતા. મહારાષ્ટ્રના ભૂંકપના આચકાની અગાઉ અનેકવાર ઉમરગામ વિસ્તારમાં અસર થઇ હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામ તથા આસપાસના વિસ્તારોમાં થોડા દિવસો અગાઉ લોકોએ ભૂંકપના આચકાનો અનુભવ થયા બાદ શુક્રવારનાં રોજ ફરીવાર વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશોમાં સવારે હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો.
હળવા આચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આંચકાને કારણે મકાનોમાં વાસણો ખખડવાની સાથે ખુરશી પણ હલતા લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા. જા કે કોઇ નુકશાન થયુ ન હતુ.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં બનાસકાંઠામાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બીંદુ ડીસાથી ૩૦ કિમી દુર બતાવવામાં આવી રહ્યું છે. મંગળવાર રાત્રે ૧૧.૯ મિનીટે ભૂકંપના આંચકા અનુભવાયો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને ઘરની બહાર દોડી આવ્યા.
ભૂંકપનું એપિક સેન્ટર મહારાષ્ટÙના પાલઘર દર્શાવાયું હતુ. રિકટર સ્કેલ પર શુક્રવારે સવારે ૧૧.૦૮ અને ૧૧.૨૪ કલાકે અનુક્રમે ૩.૧ અને ૪.૪ ના આચકા નોંધાયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી અવર નવાર મહારાષ્ટÙમાં આવતા ભૂંકપના આચકાની અસર ઉમરગામ તાલુકામાં વર્તાઈ રહી છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY