વાપીમાં મિલકતવેરા પેટે રૂપિયા એક અબજનું ઉઘરાણી બાકી..!!

0
110

વલસાડ,
તા.૧૮/૦૩/૨૦૧૮

માર્ચ એન્ડંગને લઇને મિલકત વેરાવસૂલાતની કામગીરી જારશોરથી ચાલી રહી છે ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે ઔદ્યોગિક વિસ્તાર વાપીમાં નોટીફાઈડ હસ્તકની મિલકતવેરા પેટે રૂપિયા એક અબજનું ઉઘરાણું બાકી બોલાઈ રહ્યું છે જેમા એવા પણ મિલકત ધારકો છે જેમની વિવિધ સંસ્થાઓના નામે રૂપિયા એક કરોડથી લઇને પાંચ કરોડ રૂપિયા સુધીનું ઉઘરાણું વર્ષોથી બાકી છે.

નોટીફાઈડ વિસ્તારમાં એજ્યુકેશન, હોસ્પટલ, વાપી વેસ્ટ અને વી આઈ એ એસોસિએશન જેવી ૧૭ જેટલી સંસ્થાઓ પણ આવે છે અને આ સંસ્થાઓનું ૨૦ કરોડ જેટલું માગણું છેલ્લા પાંચથી વધુ વર્ષોથી બાકી છે. વાપી જીઆઈડીસીના મોટાભાગની પેપર મિલ સંચાલકો પાસેથી એક કરોડથી લઇને પાંચ કરોડ સુધીની મિલકત વેરા વસૂલાતની રકમ બાકી છે. એવી જ રીતે જીઆઈડીસીની ખ્યાતનામ કેમિકલ કંપનીઓની પણ મિલકત વેરા વસૂલાતની રકમ પેન્ડંગ પડી છે.
તો, ૧૭ જેટલી સંસ્થાકીય મિલકતોનો વેરો પણ વર્ષોથી બાકી બોલે છે જેમાં કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-સીઈટીપીનો સાડા ચાર કરોડ રૂપિયાનો વેરો બાકી છે. વાપી વેસ્ટ એન્ડ એફ્લ્યુઅન્ટ મેનેજમેન્ટનો ૨.૮૦ કરોડ, હરિયા હોસ્પટલનો ૧.૭૫ કરોડ, જ્ઞાનધામ સ્કૂલ ૧.૫૭ કરોડ, વાપી વેસ્ટ એન્ડ એફ્લ્યુઅન્ટ મેનેજમેન્ટ પ્રોપર્ટી નંબર ૪૮૦૭,૫૬૦૩ થી ૫૬૧૩નો ૧.૫૧ કરોડ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-વીઆઈએ સેન્ટર ફોર એક્સલન્સ ૧.૧૩ કરોડ, વાપી વીઆઈએ ૨૫ લાખ રૂપિયા, જીઆઈડીસી રોફેલ ઇન્સ્ટટ્યૂશન ઓફ એમબીએ કોલેજનું ૬૧.૧૫ લાખ, હરિયા હોસ્પટલ સંસ્થાની વિવિધ મિલકત અંગે વાત કરીએ તો મિહિર સીટી સ્કેન સેન્ટરનું ૬.૨૯ લાખ ,હરિયા કેન્ટીનનું ૨ લાખ, હરિયા મેડિકલ સ્ટોરનું ૬૨ હજાર, આર કે મેમોરિયલ ટ્રસ્ટનું ત્રણ લાખ, ગ્રામીણ વિકાસ મંડળ હાઇસ્કૂલનું ૬૩ લાખ, સેન્ટ મેરી સ્કૂલ ઈંગ્લશ મીડિયમનું ૪૬ લાખ, કૌશિક હરિયા એજ્યુકેશન ફાઉન્ડેશનનું ૪૫ લાખ , લાયન્સ કલબ ઓફ વાપી ઉદ્યોગનગર ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉપાસના સ્કૂલ અને બ્લડ બેંકની ૫૨ લાખ જેટલી વેરાવસૂલાત બાકી હોવાની વિગતો સામે આવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY