માત્ર ૧૩ જ વર્ષનો કિશોર દારૂની હેરાફેરીમાં પકડાયો, સ્થાનિક પોલીસ સામે સવાલો

0
211

હજીરા:
હજીરા ગામ જવાના રોડ પર સ્ટેટ મોનીટરિંગ સેલે દેશી દારૂ ભરેલી એક મારુતિ વેન ઝડપી પાડી હતી. દેશી દારૂની ખેપ મારવામાં ડ્રાઈવર સાથે ૧૩ વર્ષના કિશોરને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલા બેને હજીરા પોલીસના હવાલે કરાયા હતા, જ્યારે દારુ મોકલનારા અને મંગાવનારા એવા ૪ને વોન્ટેડ જાહેર કરાયા છે.
હજીરા રોડ પરથી મારૂતિ વેન ભરીને દારૂ આવવાનો છે, એવી બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે-૦૫-જેપી-૧૩૪૧ નંબરની વેન આવતા પોલીસે તેને અટકાવી હતી. આ વેનમાંથી દેશી દારૂના મોટા ૨૯ પોટલા (૭૧૨.૫૦ લીટર) દારૂ મળી આવ્યો હતો. વેન ચલાવી રહેલા પ્રતીક દલસુખભાઈ પટેલ તથા ૧૩ વર્ષના એક બાળકની ધરપકડ કરી હતી. આ દારૂ ભરેલી વેન આપનારા કાંતિ શંકર પટેલ તથા દારૂ મંગાવનારા વિનય, આશાબેન અને બેબીબેનને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા ૧૩ વર્ષના બાળકની પોલીસે પૂછપરછ કરી તો ખબર પડી કે, તેના પિતા દારૂ મોકલનારા કાંતિને ત્યાં નોકરી કરે છે એટલે તે વેનમાં આવ્યો હતો. દારૂ સાથે પકડાયો હોવાથી પોલીસે આ બાળકની પણ ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ શરૂ થઈ ગયા છે પરંતુ સ્થાનિક પોલીસની હપ્તાગીરી કહો કે પછી આંખ આડા કાન બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે તેના કારણે જ પોલીસની અન્ય બ્રાન્ચ દ્વારા વિવિધ જગ્યાએ રેડ કરવામાં આવે છે. અગાઉ પણ ચોકબજાર વિસ્તારમાં પોલીસચોકીની પાછળ જ દારૂ વેચવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY