વારાણસીમાં જનતા-કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે
વારાણસી,તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાતે જવાના છે. તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરશે અને બાદમાં તેઓ ગંગા આરતીમાં પણ સામેલ થશે. પીએમ મોદી વારાણસીમાં જનતા અને કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કરશે. આ ઉપરાંત તેઓ કાશીવિશ્વનાથ કોરિડોર અંગે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.
મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચાર લાખ ૭૯ હજાર ૫૦૫ મતના અંતરથી જીત્યા હતા. આ પહેલા તેઓ ૨૦૧૪માં ૩ લાખ ૭૧ હજાર ૭૮૪ મતથી જીત્યા હતા. વારાણસી બેઠક પર ભાજપ સતત છ વખત લોકસભા જીતતુ આવ્યુ છે. પીએમ મોદી પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જાષી વારાણસી બેઠક પરથી ચૂંટાતા આવ્યા હતા. પરંતુ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી અને તેઓ ૨૦૧૯માં ફરીવાર વારાણસી બેઠક પરથી ચૂંટાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




