વારાણસી,તા.૧૧
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મતદાન માટે પહેલી વખત આધુનિકતમ એમ-૩ ઇવીએમ પ્રયોગમાં લેવામાં આવશે. એની એવી ખાસિયત છે કે એક ઇવીએમમાં એક સાથે ૨૪ બેલેટ યૂનિટ દ્વારા ૩૮૪ ઉમેદવારોના નામની સાથે નોટા પણ જાડી શકાશે. છેતરપિંડી થવા પર આ ઇવીએમ કામ કરવાનું બંધ કરી દે છે.
પ્રધાનમંત્રી મોદીનું બનારસથી ચૂંટણી લડવાની જાહેરાત થવાની સાથે જ મોટી સંખ્યામાં ચૂંટણી લડવાના દાવેદાર સામે આવવા લાગ્યા છે. પ્રમુખ રાજકીય દળોની સાથે તમિલનાડુના ખેડૂત પી.અય્યાકન્નૂને વારાણસીથી ૧૧૧ ખેડૂતોને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. નામાંકન થવા સુધી ઉમેદવારોની સંખ્યા વધારે વધી શકે એવી શકીયતા છે.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પ્રયોગ કરવામાં આવેલી ઇવીએમમાં મોટાભાગે ચાર બેલેટ યૂનિટ જ જાડાવવાથી ૬૪ પ્રત્યાશિયોનું નામ એમાં જાડી શકાતું હતું. પ્રત્યાશિયોની સંખ્યા ૬૪થી વધારે હોવા પર ચૂંટણી પંચની પાસે બેલેચટ પેપરથી મતદાન કરવવાનો વિકલ્પ હોત. હવે બીઇએલની તરફથી તૈયાર કરવામાં આવેલા એમ-૩ ઇવીએમમાં એક સાથે ૨૪ યૂનિટને જાડી શકાય છે. એવામાં ૩૮૪ ઉમેદવાર થવાની સ્થિતિમાં પણ બેલેટ પેપરની જગ્યાએ ઇવીએમથી જ ચૂંટણી થઇ શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



