મુંબઈ,તા.૨
હવામાનની આગાહી કરતાં ખાનગી એજન્સી સ્કાયમેટે જણાવ્યું હતું કે, ૨૦૧૮માં વરસાદ રાબેતા કરતાં ઓછો રહેશે, તેથી કૃષિ ઉત્પાદન અને આર્થિક વૃદ્ધિ સામે જાખમ ઊભું થવાની સાથે ચિંતાજનક બાબત છે.
દેશની બે ટ્રિલિયન ડાલરની ઈકોનોમીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ૧૪ ટકા છે, દેશની વસ્તીના અડધોઅડધને રોજગારી પૂરી પાડે છે. ઓછા વરસાદથી ફૂડના ભાવ ઊંચા જઈ શકે છે, જેની ફુગાવાના આંક પર અસર થાય છે, તેના પગલે રિઝર્વ બૅંક વ્યાજદર વધારે છે. બુધવારે એમપીસીએ વ્યાજદરમા ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
જૂન – સપ્ટેમ્બર દરમિયાન ફકત ૯૨ ટકા વરસાદ પડવાની ધારણા છે. અગાઉ ૧૦૦ ટકાની આગાહી કરાઈ હતી, એમ સ્કાયમેટે જણાવ્યું હતું. ૫૦ વર્ષમાં દેશમાં સરેરાશ વરસાદ ધ્યાનમાં લઈને એવરેજ વરસાદ ૯૬ ટકા અને નોર્મલ ૧૦૪ ટકાની વ્યાખ્યા હવામાન ખાતું મૂકે છે.
આૅગસ્ટમાં દક્ષિણ-પૂર્વીય ચોમાસું નબળું રહેવાની ધારણા મૂકી છે. આૅગસ્ટમાં ૮૮ ટકા તથા સપ્ટેમ્બરમાં ૯૩ ટકા વરસાદ (લાંબા ગાળાની સરેરાશ) અંદાજાયો છે. સ્કાયમેટના એમડી જતીનસિંહે જણાવ્યું હતું કે, સિઝનના બીજા હાફ દરમ્યાન વરસાદ વધે તેવા કોઈ પરિબળ તરફેણમાં દેખાતા નથી. પ્રથમ હાફમાં નોર્મલ કરતાં ૬ ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન ખાતાએ (આઈએમડી) ૯૭ ટકાની આગાહી કરી હતી તેના બદલે ૯૪ ટકા વરસાદ થયો છે. ૨૬ કરોડ ખેડૂતો વરસાદ પર આધાર રાખે છે તેના આધારે ચોખા, શેરડી, મકાઈ, કપાસ, સોયાબીન સહિતના પાક લેવામાં આવે છે.
કૃષિ આવક ઓછી રહેશે તો ક્ધઝયુમર ગુડ્સની માગને અસર થશે. દક્ષિણ અને ઉત્તર ભારતમાં વરસાદ વિલંબમાં મુકાતા વાવેતરને અસર થઈ છે.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




