બોલિવૂડને સુરક્ષિત બનાવીએ એ સૌના હિતમાં છે : વરુણ ધવન

0
8

મુંબઈ,તા.૨
પ્રથમ પંક્તિના અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે આપણે સૌ ભેગા મળીને બોલિવૂડને સુરક્ષિત બનાવીએ એ આપણા સૌના હિતમાં છે. કાસ્ટિંગ કાઉચ શક્ય તેટલું રોકવું જાઇએ.
તાજેતરમાં હોનહાર અભિનેત્રી તનુશ્રી દત્તાએ સિનિયર અભિનેતા નાના પાટેકર પર પોતાની જાતીય સતામણીનો આક્ષેપ કર્યો હતો. તનુશ્રીની તરફેણ અને વિરોધમાં બોલિવૂડમાં બે ભાગલા પડી ગયા હતા.
કંગના રનૌત સહિત કેટલાક કલાકારોએ તનુશ્રીની તરફેણ કરી હતી તો રાખી સાવંત જેવા કેટલાક કલાકારોએે તનુશ્રી ડ્રગના નશામાં હતી ેવા આક્ષેપો કર્યા હતા. તો બીજા એક જૂથે મુત્સદ્દીગીરી અપનાવીને ગોળ ગોળ વાતો કરી હતી. આ સંદર્ભમાં વરુણે કહ્યું કે આપણે સૌએ બોલિવૂડને સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરવા જાઇએ.
વરુએ કહ્યું કે હું સુઇ ધાગાના પ્રમોશનની ધમાલમાં હતો એટલે મને આ કિસ્સાની પૂરી વિગતોની જાણ નથી. પરંતુ હું એમ માનું છું કે બોલિવૂડ સૌને માટે સુરક્ષિત રહે એ અનિવાર્ય છે. આપણે સૌએ સાથે મળીને અનિષ્ટોને દૂર કરવા જાઇએ અને બોલિવૂડને સુરક્ષિત બનાવવું જાઇએ. આમ થાય એ સૌના હિતમાં છે.
‘પોતે જાતીય સતામણીનો ભોગ બની છે એવું જાહેરમાં કહેવા માટે પણ હિંમત જાઇએ. આપણે સૌએ એવી વ્યક્તિની મુશ્કેલી સાંભળવી જાઇએ અને એને શક્્ય તેટલી મદદ કરવી જાઇએ’ એમ વરુણે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY