ક્રાઇમ થ્રીલર ફિલ્મ દશેરાનું ટ્રેલર રિલિઝ થયું

0
59

મુંબઈ,તા.૨
હોનહાર અભિનેતા નીલ નીતિન મૂકેશે પોતાની આગામી ક્રાઇમ થ્રીલર ફિલ્મ દશેરાનું ટ્રેલર સોમવારે રિલિઝ કર્યું હતું. આ ફિલ્મમાં પહેલીવાર નીલ એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારનો રોલ કરી રહ્યો છે.
અત્યાર અગાઉ નીલે મોટે ભાગે નેગેટિવ ભૂમિકાઓ કરી હતી. હવે પહેલીવાર એ એક પોઝિટિવ રોલ કરી રહ્યો છે. ટ્રેલરમાં એક ખૂનની થઇ રહેલી તપાસની સંકુલતા રજૂ કરાઇ હતી. એમાં પોલિટિશ્યનો પણ સંડોવાયેલા છે. નીલ હત્યારાઓનો પીછો કરી રહેલો દેખાય છે.
અગાઉ ફિલ્મ સર્જકોએ સોશ્યલ મિડિયા પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ કર્યો હતો. એ પોસ્ટરમાં નીલ એક બરછટ અને હિંસક દેખાવ સર્જતા પોલીસ અધિકારી તરીકે રજૂ થયો હતો. ફિલ્મ સર્જકોએ જણાવ્યા મુજબ રાજકારણ અને અપરાધખોરી વચ્ચેની સાઠગાંઠને રજૂ કરતી આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત છે.
રાજકીય રીતે અસ્થિર એવા એક રાજ્યમાં પોલિટિશ્યનો અને અંધારી આલમના માફિયા વચ્ચેની સાઠગાંઠ રજૂ થાય છે. ખંધા નેતાઓ અને ક્રૂર ગુંડાઓ પ્રજા પર જુલમ ગુજારે છે એવી કથા છે. નીલ એક ઇમાનદાર પોલીસ અધિકારી છે જે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY