ન્યુ દિલ્હી,તા.૨
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મોદી સરકાર વિરુદ્ધ જે કરવામાં આવનારી ભૂખ હડતાલને રદ કરી દીધી છે. આ પહેલા અન્ના હજારેએ એલાન કર્યું હતું કે લોકપાલ બિલ અને ખેડૂતો સાથે સંકળાયેલા મુદ્દાઓને લઇને ભૂખ હડતાલ કરીશું. પરંતુ, મંગળવારે તેમણે ભૂખ હડતાલ રદ કરી દીધી. કહેવામાં આવી રહ્યુ છે કે તેમણે મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન સાથે વાત કરીને પોતાની હડતાલ રદ કરી છે.
અન્ના હજારેએ મંગળવારે કહ્યુ કે મોદી સરકારે લોકપાલને લાગુ કરવા તરફ પોઝિટિવ અપ્રોચ સાથે કામ કર્યું છે, તેમણે આના માટે સર્ચ કમિટી પણ બનાવી છે. આ ઉપરાંત ખેડૂતોના મુદ્દે અન્નાએ કહ્યુ કે સરકાર તરફથી સ્જીઁ વધારીને તે દિશામાં પગલાં ભરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સોમવાર સુધી અન્ના કહી રહ્યા હતા કે મોદી સરકાર લોકપાલ આંદોલનના કારણે જ કેન્દ્રની સત્તામાં આવી. પરંતુ હજુ સુધી લોકપાલ લાગુ નથી કર્યું.
હજારેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં સરકાર બિલને ટાળી દેવાનું વલણ દર્શાવતી રહી અને લોકપાલ કે લોકાયુક્તની નિમણૂક કરી નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



