મુંબઇ,તા. ૨
બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલા અને યુવા પેઢીમાં લોકપ્રિયતા મેળવી રહેલા વરૂણ ધવને હવે કેરિયર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
મળેલી માહિતી મુજબ કેરિયરના કારણે તે હાલમાં પોતાની ગર્લફ્રેન્ડથી પણ દુર થઇ ગયો છે. બોલિવુડમાં પહેલા પ્રેમ, ડેટિંગ અને બ્રેક અપના હેવાલ સામાન્ય રીતે આવતા રહે છે. કલાકારો વચ્ચે ફિલ્મ દરમિયાન પ્રેમના હેવાલ સતત મિડિયામાં પ્રકાશિત થતા રહે છે.
હવે મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વરૂણઅને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે તમામ બાબતો સારી રીતે આગળ વધી રહી નથી. વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ ફેશન ડિઝાઇનર તરીકે છે. તેની નતાશા દલાલ લેબલ ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં ખુબ લોકપ્રિય તકરીકે છે. તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વચ્ચે વરૂણના હવે બ્રેક અપ થયા હોવાના હેવાલ મળ્યા છે. અત્રે નોંધનીય છે કે નતાશા અને વરૂણવચ્ચેની મિત્રતા ખુબ જુની રહી છે.
બોલિવુડમાં વરૂણની એન્ટ્રી પણ થઇ ન હતી ત્યારથી બન્ને એકબીજાની સાથે છે. તેમની મિત્રતા છે. તેમની વચ્ચે વરૂણ બોલિવુડમાં પ્રવેશ કરે તે પહેલા જ પ્રેમ સંબંધો શરૂ થઇ ગયા હતા. વરૂણની સાથે નતાશા પહેલા ડિનર અને મુવી ડેટ પર નજરે પડતી હતી. જા કે હવે બન્ને છેલ્લા કેટલાક સમયથી સાથે નજરે પડી રહ્યા નથી. તેમની વચ્ચે બ્રેક અપના હેવાલને સમર્થન મળી રહ્યુ નથી પરંતુ જાણકાર લોકો કહી રહ્યા છે કે બન્ને અલગ થઇ ચુક્યા છે. વરૂણ ધવન બોલિવુડમાં હવે મજબુતી સાથે આગળ વધી રહ્યો છે. તેની છેલ્લે જુડવા-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







