મુંબઈ,તા.૧૦
વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી અમૃતા સિંઘ અને અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન હવે ટોચના અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ કરશે એવી માહિતી મળી હતી.
રસપ્રદ વાત એ છે કે હજુ સારાની એક પણ ફિલ્મ રજૂ થઇ નથી. હાલ એ બે ફિલ્મો કરી રહી છે. પહેલી ફિલ્મ અભિષેક કપૂરની કેદારનાથ એક યા બીજા કારણે સતત વિલંબમાં પડી રહી હોવાથી સૈફ અલી ખાને ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરની મદદ માગી હતી. કરણે સારાને તરત પોતાની સિમ્બા ફિલ્મ માટે સાઇન કરી લીધી હતી. ટોચના ડાયરેક્ટર રોહિત શેટ્ટી રણવીર સિંઘને લઇને આ ફિલ્મ બનાવી રહ્યા છે.
આમ હાલ સારા કેદારનાથ અને સિમ્બા એમ બબ્બે ફિલ્મો કરી રહી છે. લેટેસ્ટ માહિતી મુજબ હવે સારા ટોચના અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ કરવાની છે. વરુણનો ફિલ્મ સર્જક ભાઇ રોહિત ધવન એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે જેનું નિર્દેશન ડેવિડ ધવન કરવાના છે અને વરુણ એમાં મુખ્ય ભૂમિકા કરવાનો છે. આ ફિલ્મ માટે સારાનું નામ વિચારાયું હોવાની જાણકારી મળી હતી. જા કે હજુ સારા સાથે આ લોકોએ કોઇ કાયદેસરના કરાર કર્યા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




