મુંબઈ,તા.૧૦
ટોચની અભિનેત્રી કંગના રનૌતને એની મહત્તકાંક્ષી ફિલ્મ મણીકર્ણિકાઃ ધ ક્વીન આૅફ ઝાંસી માટે ટોચની ફિલ્મ સર્જક એકતા કપૂરે સહાય કરવાની તૈયારી દાખવી હોવાની જાણકારી મળી હતી.
બન્યું એવું કે આ ફિલ્મના ડાયરેક્ટર ક્રીશ સાઉથની અન્ય એક ફિલ્મના કામમાં બીઝી થઇ જતાં મણીકર્ણિકા રઝળી પડે એવી શક્્યતા સર્જાઇ હતી. એ સમયે કંગનાએ ડાયરેક્શનનો દોર પોતાના હાથમાં લીધો હતો. એણે ફિલ્મના અગાઉ શૂટ થઇ ચૂકેલા કેટલાક શોટ્સ ફરી લેવાનો આગ્રહ રાખતાં અભિનેતા સોનુ સૂદે ફિલ્મ છોડી દીધી હતી. બીજી બાજુ બજેટની સમસ્યાઓ સર્જાય એવી પરિસ્થિતિ સર્જાઇ હતી. એવા તબક્કે એકતા કપૂરે કંગનાને મદદ કરવાની તૈયારી દાખવી હતી. આવું કેમ કરીને થયું એ જાણવું પણ રસપ્રદ છે.
કંગના અને રાજકુમાર રાવ એકતા કપૂરની સાઇકોલોજિકલ થ્રીલર ફિલ્મ મેન્ટલ હૈ ક્્યા કરી રહ્યાં હતાં. આ ફિલ્મના લંડનના શિડયુલમાં ફિલ્મનો ખર્ચ વધી ન જાય એ માટે કંગના અને રાજકુમાર રાવે ફાઇવ સ્ટાર હાટલને બદલે સાદી હાટલ પસંદ કરી હતી અને બિનજરૃરી સ્ટાફમાં કાપ મૂક્્યો હતો. એના એ પગલાંની એકતા કપૂર પર સારી છાપ પડી હતી અને એણે મણીકર્ણિકામાં કંગનાને સહાય કરવાની તૈયારી દાખવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





