વાશિંગ્ટન,તા.૨૭
ગન સમર્થકોની એક રેલીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરીને ફોન ફેંકવામાં આવ્યો હતો. જાકે આ ફોન તેમના સ્ટેજથી થોડો દૂર જઈને પડ્યો હતો. ઘટના પછી રાષ્ટÙપતિ જાઈ રહ્યા હતા કે આ ફોન કિયા જઈને પડ્યો છે. આ કાર્યક્રમ નેશનલ રાઈફલ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે પોલીસે ફોન ફેંકનાર યુવકની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના પછી રાષ્ટÙપતિ ટ્રમ્પે જનતા તરફ એક પેન ઉછાળી હતી. તેમણે બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલી હથિયાર વેપાર સંધિ પણ પૂરી થવાની જાહેરાત કરી હતી. રેલીમાં ટ્રમ્પે લોકોને હથિયાર રાખવાનો હક આપવાના કાયદાને સમર્થન આપ્યું હતું.
આ ઘટનાએ ૧૧ વર્ષ પહેલાંના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂશ સાથે થયેલી ઘટનાને યાદ અપાવી દીધી હતી. ૨૦૦૮માં એક ઈરાકના પત્રકારે બુશ પર જૂતું ફેંકિયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



