હરિયાણાના પલવલમાં આતંકી હાફિઝ સઈદના પૈસાથી બનાવાઈ મસ્જિદ!!

0
23

ચંડીગઢ,તા.૧૫
હરિયાણાના પલવલ જિલ્લામાં આવેલી એક મસ્જિદ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના પૈસાથી બની હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. એનઆઈએની તપાસ દરમ્યાન થયેલા ખુલાસા બાદ સુરક્ષા એજન્સીએ પણ એલર્ટ બની છે. આ મસ્જિદનું નામ ખુલાફા એ રશીદીન છે. જે પલવલના ઉત્તાવરમા આવેલી છે. સ્થાનિક લોકોનું કહેવુ છે તે મસ્જિદ જે જમીન પર બનાવવામાં આવી છે એ જમીન વિવાદિત છે.
એનઆઈએની ટીમે ત્રીજી ઓક્ટોબરના રોજ નવી દિલ્હીથી મસ્જિદના ઈમામ મોહમદ સલમાન સહિત અન્ય ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ એનઆઈની ટીમે મસ્જિદમાં તપાસ પણ કરી હતી. હાલ એનઆઈએ મસ્જિદના ઈમામની પૂછપરછ કરી રહી છે. ત્યારે એનઆઈએની ટીમે મસ્જિદના તમામ દસ્તાવેજ જપ્ત કર્યા છે. મસ્જિદના નિર્માણ માટે ૭૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત મસ્જિદનો ઈમામ સલમાન દુબઈમાં રહેતા પાકિસ્તાની નાગરિક સાથે સતત સંપક્રમાં હોવાની વગત એનઆઈએને પ્રાપ્ત થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY