જયપુર,તા.૨૨
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આ વખતે હવે સોશિયલ વોર શરૂ થયું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયામાં ભાજપ વિરૂદ્ધ જંગનુ બ્યૂગલ ફૂંક્્યુ છે. કોંગ્રેસે પહેલા રાજસ્થાનના સીએમ વસુંધરા રાજેને નિશાને લીધા છે. કોંગ્રેસે વસુંધરા રાજે વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટર વોર શરૂ કર્યુ છે.
કોંગ્રેસે વસુંધરા રાજેને સોશિયલ મીડિયામાં વસુંધરાને અહંકારી ગણાવ્યા છે. કોંગ્રેસે…મહારાની થારી અહંકારી…એટલે કે તમારી મહારાની ઘમંડી છે એવું અભિયાન ચલાવ્યું છે. કોંગ્રેસ આ અભિયાન અંતર્ગત વિવિધ પોસ્ટ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ રાજસ્થાનના અલગ અલગ ચૂંટણી મુદ્દાઓ, જનતાની પરેશાનીઓને જાડીને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ટ્વીટર અને વોટ્સએપ પર શેર કરી રહ્યું છે.
વસુંધરા રાજે વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં. રાજસ્થાન કો ખા ગઈ મહંગાઈ, ભ્રષ્ટાચાર, હિંસા ઔર બેકારી,…મહારાની થારી અહંકારી.અને કમ દામ મિલને સે કિસાનોમાં બઢી લાચારી..મહારાની થારી અહંકારી..જેવા પોસ્ટર શેર કર્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



