જલંધર,તા.૨૨
કેરળ નન રેપ કેસના મહત્વના સાક્ષી કુરિયાકોસની જલંધરમાં સંદિગ્ધ હાલતમાં મોત થઇ છે. હજુ જાણી શકાયું નથી કે, કુરિયાકોસે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે. નોંધનીય છે કે, કેરળ હાઇકોર્ટે ૧૫ ઓક્ટોબરે નન રેપ કેસના આરોપી ફ્રેન્કો મુલક્કલની શરતી જામીન મંજૂર કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ મામલે અત્યાર સુધી કોઇ ઔપચારિક ફરિયાદ નોંધાઇ નથી. મૃતદેહને પીએમ માટે મોકલાયો છે. નોંધનીય છે કે, કેરળ નન રેપ કેસના મુખ્ય આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલની ધરપકડ ૨૧ સપ્ટેમ્બરે કરાઇ હતી. ત્યાર બાદ તેણે જામીન માટે અરજી કરી હતી, જાકે કોર્ટે ૩ ઓક્ટોબરે તેની જામીન અરજીને ફગાવી દીધી હતી. પછી બિશપે હાઇ કોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો. બિશપે તેની અપીલમાં લથડતી તબિયત વિશે કોર્ટને જણાવ્યું હતું. બાદમાં કોર્ટે ૧૫ ઓક્ટોબરે તેની શરતી જામીન મંજૂર કરી લીધી હતી.
પીડિતાએ ૨૦૧૪થી ૨૦૧૬ સુધી બિશપ દ્વારા તેનું જાતિય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. બિશપે આ આક્ષેપોને નકારતા, તેમની સામે બદલો લેવાની ભાવનાથી ફરિયાદ થઇ હોવાનો તર્ક લગાવ્યો હતો. બિશપે પીડિતાની ફરિયાદ સામે તપાસની માંગણી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






