આૅસ્ટ્રેલિયા સામે પ્રથમ પસંદગીનો ઓપનર તો પૃથ્વી જ : વેન્ગસરકર

0
15

મુંબઈ,તા.૬
રાજકોટમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક સદી નોંધાવનાર ૧૮ વર્ષના ઓપનિંગ બૅટ્‌સમૅન પૃથ્વી શા વિશે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેન્ગસરકરે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘આૅસ્ટ્રેલિયા ખાતેના ભારતીય ટીમના આગામી પ્રવાસ માટેની ટીમ સિલેક્ટ કરતી વખતે પસંદગીકારો માટે ઓપનર તરીકે પહેલી પસંદ પૃથ્વી શા જ હોવો જાઈએ. તે ફક્ત ૧૮ વર્ષનો છે અને તેના પર કોઈ પણ પ્રકારનો માનસિક બોજ નથી. તે આટલી નાની ઉંમરમાં મોટા ખેલાડી જેવો પરિપકવ છે અને તેનામાં ગજબની ટૅલન્ટ તથા બેહતરીન ઇનિંગ્સ રમવાની ક્ષમતા છે.’
ભારતીયો આગામી ૨૧ નવેમ્બરથી ૧૮ જાન્યુઆરી સુધીમાં આૅસ્ટ્રેલિયામાં ત્રણ ટી-ટ્‌વેન્ટી, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે રમશે.
કહેવાય છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં પૃથ્વી શાની ‘શોધ’ વેન્ગસરકરે કરી હતી. ગયા વર્ષે પૃથ્વી પહેલી વાર મુંબઈ રણજી ટીમમાં આવ્યો ત્યારે વેન્ગસરકર મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપ-પ્રમુખ હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY