વેપારીઓના ઘરમાંથી ૪૦લાખની ચોરી કરનાર નોકરની ધરપકડ

0
81

સુરત,તા.૧૭
વેસુમાં વીઆઈપી રોડ પર શ્યામબાબા મંદિર પાસે સ્વીમ પેલેસમાં રહેતા વેપારીના ફલેટમાંથી રોકડા ૧૫ હજાર અને દાગીના મળી કુલ રૂ. ૪૦.૧૫ લાખની મતાનો હાથફેરો કરનાર ઘરઘાટીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ઝડપાયેલ ઘરઘાટીએ ખોટું નામ ધારણ કરી કામ પર લાગ્યા બાદ હાથફેરો કર્યો હતો. પોલીસે ચોરીનો મોટાભાગ ઉપરાંતનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. સ્વીમ પેલેસમાં રહેતા વિમલ વિશ્વનાથ બેડિયા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. વિમલે તેના ફલેટમાં નોકર તરીકે કમલેશ યાદવ અને શંકરને રાખ્યા હતા દરમિયાન આ બન્ને નોકરોએ ગત તારીખ ૨૪મીના ઓક્ટોબરના રોજ સવારે સાડા અગિયારથી સાડાચાર વાગ્યાના સમયગાળા દરમિયાન બેડરૂમના કબાટમાં મૂકેલા રોકડા ૧૫ હજાર તેમજ સોનાનો હાર, બ્રેસલેટ, કાનના ઝૂમકા, હીરાનો હાર, વીંટી, ચેઈન સહિત અલગ અલગ દાગીના મળી કુલ રૂપિયા ૪૦,૧૫,૦૦૦ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.
બનાવ અંગે પોલીસે વિમલ બેડિયાની ફરિયાદ લઈ નોકર કમલેશ અને શંકર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પીઆઈ એમ.એમ.પુવાર કરી રહ્યા હતા. દરમિયાન આ નોકર ચોરીમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે તેમના માર્ગદર્શન તળેસર્વલન્સ સ્ટાફના પીએસઆઈ સી.પી.ચૌધરીએ તેમનું નેટવર્ક કામે લગાડ્યું હતું દરમિયાન શુક્રવારે સાંજે મળેલી બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે બે નોકર પૈકી કમલેશ યાદવને ઝડપી પાડી તેની પાસેથી મોટા ભાગનો મુ્‌દ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY