સુરત વેટ વિભાગની ટીમે રાજહંસ પોલીપીન યાર્ન તથા મહાલક્ષ્મી મેડીકલ સ્ટોર્સ સહિત હરીઓમ ઈન્ડસ્ટ્રીઝના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી છે. છેલ્લાં એક મહીનામાં વેટ વિભાગની ટીમે સુરતના જુદા જુદા વ્યવસાયી જુથો પર ૩૩ જેટલા કેસોમાં તપાસ હાથ ધરી કુલ ૩૧ કેસોમાં રૂ.૪.૯૦ કરોડની વેટ ચોરી ઝડપી પાડી છે. જેમાંથી ૧.૩૫ કરોડની વેટની વસુલાત કરવા સાથે રૂ.૩.૩૫ કરોડના હિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો કબજે કરી વેરીફિકેશન હાથ ધર્યું છે. છેલ્લાં એકાદ મહીનામાં સુરત વેટ વિભાગની ટીમે સુરતના કેમીકલ, મીનરલ વોટર્સ, ઈલેકટ્રક્લ, ફર્નિચર, સેનેટરી વેર, યાર્ન, ડાયફ્રુટ તથા હોમ એપ્લાયન્સીસને લગતા વિવિધ ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા કુલ ૩૩ જેટલા વેપારીઓ પર દરોડા પાડયા હતા. વેટ વિભાગની ટીમે વીતેલા એક મહીનામાં કરેલા વેટ ચોરીના ૩૩ પૈકી ૩૧ કેસોમાંથી જુદા જુદા વેપારીઓને ત્યાંથી વાંધા જનક દસ્તાવેજો કબજે કરીને કુલ રૂ.૪.૯૦ કરોડની વેટ ચોરી ઝડપી લીધી છે. જેમાંથી વેટ વિભાગ દ્વારા કુલ રૂ.૧.૩૫ કરોડના વેટની વસુલાત કરી છે. જ્યારે વિવિધ વ્યવસાયી જુથોને ત્યાંથી રૂ.૩.૩૫ કરોડના વાંધા જનક હિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો કબજે કરી વેરીફિકેશનની કાર્યવાહી જારી રાખી છે. વેટ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ તમામ વ્યવસાયી જુથોના ધંધાકીય સ્થળો પર તપાસ દરમિયાન બોગસ બીલીંગ, ખરીદ વેચાણના અસામાન્ય વ્યવહારો તથા વેટ રજીસ્ટ્રેશન વિના કરવામાં આવેલા ધંધાકીય વ્યવહારો મળી આવ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"