જાણો ક્યાંથી ઝડપાયો હજારો રૂપિયાનો દેશી તથા વિદેશી દારૂ

0
126

ભરૂચ: ગાંધીના ગુજરાતમાં માત્ર અને માત્ર કાગળ પર જ દારૂબંધી હોય એમ લાગી રહ્યું છે. રોજબરોજ ગેરકાયદેસર વિદેશી દારૂ ના મસમોટા જથ્થા પોલીસના હાથ લાગી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતા સોમા ભાઈ ગોવિંદ ભાઈ માછી તેમજ મોન્ટુ સોમા ભાઈ માછીના મકાનના વાડામાંથી પોલીસે બાતમીના આધારે રેડ કરતા 70 નંગ વિદેશી દારૂ ના ક્વાટર તેમજ અંદાજીત ૩૦ લીટર જેટલી દેશી દારૂની પોટલીઓ મળી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેવ બુટલેગરો ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર અને જીલ્લા માં બેફામ બનવા તરફ જઇ રહેલા નશાના કારોબારીઓ ઉપર સતત પોલીસના દરોડાથી બુટલેગરોમાં ફફડાટની લાગણી છવાઈ છે તો બીજી તરફ ભરૂચમાંથી વિદેશી અને દેશી દારૂ ઝડપાવવાના બનાવોમાં પણ છેલ્લા વધારો કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે. શહેર અને જિલ્લામાં વિદેશી દારૂના કટીંગ કરતા અને જે તે વિસ્તારોમાં દારૂ પહોંચાડતા તત્વો ઉપર પણ પોલીસ લગામ લગાવે તે આ સમગ્ર બાબતો ઉપરથી જણાઈ આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY