સુરત આરટીઓ દ્વારા કોમર્શીયલ વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી થશે

0
54

સુરતઃ
સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. કોમર્શીયલ વાહનોના ૧ થી ૯૯૯૯ માટેની GJ05.Bx સિરીઝ ની હરાજી કરાશે. . જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. આ ઓનલાઈન હરાજીની અરજી તા.૫, ૬ અને ૭મી માર્ચ સુધી કરી શકાશે. તા.૭, ૮ અને ૯મી માર્ચ સુધી ઈ-ઓક્શનનું બિડિંગ ઓપન થશે. તા.૧૨મી રોજ ફોર્મ જમા કરવાના રહેશે. તા.૧૩મીએ રાઉન્ડ શરૂ થશે.
અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો પસંદગીના નંબર ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY