પોરોલ ફર્લો સ્કવોર્ડ વિજલપોરમાં ત્રણ તમંચા સાથે એકને ઝબ્બે કર્યો

0
30

ત્રણ દેશી તમંચા મળી આવતા એપીના બે લોકો વોન્ટેડ
સુરત, તા.૩૧
નવસારી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે વિજલપોર રેવાનગરમાં રહેતાં એક એમપીના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે બે એમપીના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે અને રૂ.૧૫ હજારના દેશી ત્રણ તમંચા અને એક કારતૂસ કબજે કયુ* છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસને બાતમી મળી હતી કે વિજલપોરમાં રેવાનગર ખાતે રહેતો એક શખ્સ ઘેલખડીથી વિઠ્ઠલ મંદિર તરફ આવનાર છે અને તેની પાસે ત્રણ દેશી હાથ બનાવટના તમંચા છે અને કારતૂસ છે. આથી પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસે વિજલપોર વિઠ્ઠલ મંદિર પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન પ્રકાશ ઉર્ફે ­તમ ડુંગરીયા અવાસીયા રહે. વિજલપોર, રેવાનગર, મૂળ રહે. એમ.પી. અલીરાજપુર છોડીબેગલની અટકાયત કરી હતી અને તપાસ કરતા તેના કબજામાંથી ત્રણ નંગ દેશી હાથ બનાવટના તમંચો પિસ્તોલ અને એક કારતૂસ મળી આવ્યું હતું. પોલીસે આરોપી પ્રકાશ અવાસીયાની ધરપકડ કરી હતી અને તમંચા અંગે પૂછપરછ કરતા તેમણે આ તમંચાઅો એમપીના અલીરાજપુર જિલલાના સોîઢવા તાલુકાના ચેનસિંગ અને રાકેશ નામના શખ્સ પાસેથી લઈ આવ્યો હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે વિજલપોર પોલીસમાં પ્રકાશ ડુંગરીયા અવાસીયા અને તેનાબે સાગરીતો વિરૂદ્ધ પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોîધી વધુ તપાસ એલસીબીના પીએસઆઈ બી.એલ. રાયઝાદા કરી રહ્ના છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY