અંતિમ ચરણના મતદાન પહેલા અમિત શાહે સોમનાથ મંદિરે માથું ટેકવ્યું

0
7

વેરાવળ,તા.૧૮
અંતિમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા. શનિવારે તેઓએ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા. અમિત શાહ પરિવાર સાથે ૮થી ૧૧ વાગ્યા સુધી દર્શન અને પૂજનવિધિ કરી હતી. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિરની ટ્રસ્ટની બેઠકમાં પણ હાજરી આપી.
લોકસભાની સાત પૈકીના છ તબક્કાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજે છેલ્લા તબક્કાના મતદાન પહેલા અમિત શાહે પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં. વહેલી સવારે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. આ દર્શનમાં તેમનો પરિવાર તેમની સાથે હાજર રહ્યો હતો. ખાસ વાત એ હતી કે, તેમણે હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મહાદેવની પ્રદક્ષિણા કરી હતી. તેમણે સહપરિવાર મહાદેવને શિશ ઝૂકાવ્યુ હતું અને જીત માટે પણ પ્રાર્થના કરી હતી.
અમિત શાહે મંદિરે પહોંચીને સોમનાથ દાદાનાં દર્શન અને વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી. દર્શન કરવા માટે અમિત શાહ સાથે પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી હાજર રહ્યાં હતાં.
અમિત શાહ ગુજરાતમાં શુક્રવારે મોડી રાત્રે રાજકોટ એરપોર્ટ ઉપર આવી ગયા હતા. સવારના કાર્યક્રમ મુજબ અમિત શાહ સવારે સોમનાથ પહોંચ્યા હતા. અમિત શાહ બપોર બાદ અમદાવાદ આવે તેવું સૂત્રો કહી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY