પાકિસ્તાનમાં દસ હજાર ફૂટની ઉંચાઈએ વિમાન ઉડ્યા બાદ ખબર પડી પાયલોટ નકલી છે…!??

0
95

પીઆઈએમાં ૨૪ પાયલોટ,૬૭ ક્રૂ મેમ્બર્સ પાસે બનાવટી ડિગ્રી છે
ઈસ્લામાબાદ,તા.૧૨
માનો કે તમે ૮ કે ૧૦,૦૦૦ ફૂટની ઉંચાઈએ વિમાનમાં મુસાફરી કરતા હોય અને તમને અચાનક જ જાણવા મળે કે તમે જે વિમાનમાં બેઠા છો તે વિમાનનો તો પાયલોટ જ નકલી છે તો? આવું જ કઈંક પાકિસ્તાનમાં ઘટી રÌšં છે.
સિવિલ એવિએશન ઓથોરિટી (ઝ્રછછ)એ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે, પાકિસ્તાની એરલાઈન્સમાં ૨૪ પાયલોટ અને ૬૭ ક્રુ મેંબર્સ એવા છે જેમની પાસે બનાવટી ડિગ્રી છે. ઝ્રછછએ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું છે કે, ૧,૯૭૨ ૈઁંછ કર્મચારીઓના વેરિફિકેશનની પ્રોસેસ પુરી કરી લેવામાં આવી છે.
ઝ્રછછએ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું છે કે, જે પાયલોટોની ડિગ્રીઓ બનાવટી જણાઈ આવી છે તેમાંથી ૧૭ પાઈલોટે રાજીનામા આપી દીધા છે અથવા તો પોતાના પદ છોડી દીધા છે. જ્યારે બાકીના ૭એ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ લીધો છે
ઝ્રછછનું પ્રતિનિધિત્વ કરી રહેલા સાજિદ ઈલિયાસીએ રિપોર્ટ રજુ કરતા જણાવ્યું હતું કે, ખાનગી એરલાઈંસમાં કોઈ પણ પાયલોટની ડિગ્રી બનાવટી નથી. આ મામલે ગંભીરતા દાખવતા તમામ એરલાઈન્સના સીઈઓને સમન્સ આપ્યું છે, જેમાં વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસી પણ શામેલ છે.
નાદિર શાહે કોર્ટને જણાવ્યું હતું કે, પીએમ અબ્બાસી એર બ્લૂ કંપનીના સીઈઓ અને પ્રેસિડેંટ છે. તેના પર ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાને આદેશ આપ્યો છે કે, અમે એર બ્લ્યૂના સીઈઓને સમન પાઠવી રહ્યાં છીએ. જસ્ટિસ નિસારે કહ્યુ હતું કે, પીએમ પોતાને એર બ્લ્યૂના ચીફ તરીકે રજુ કરશે ન કે વડાપ્રધાન તરીકે.
અગાઉ એવિએશન ઓથોરિટીએ વર્ષ ૨૦૧૬માં બનાવટી ડીગ્રીના આરોપમાં જ ૩૯ કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કર્યા હતાં. વર્ષ ૨૦૧૪માં લગભગ ૩૦૦ ૈઁંછ કર્મચારીઓને બનાવટી ડિગ્રીના કારણે નોકરીઓમાંથી બહાર કરવામાં આવ્યાં હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY