આલોક નાથ પસ્તાવો જાહેર કરશે તો હું માફ કરી દઈશ : વિન્તા નંદા

0
16

મુંબઈ,તા.૨૨
અભિનેતા આલોક નાથ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી રાઈટર-પ્રોડ્યુસર વિન્તા નંદાએ કહ્યું કે જા તે પોતે કરેલા કાર્યો અંગે જા અફસોસ જાહેર કરે તો તે તેને માફ કરી શકે છે. બુધવારે આલોક વિરૂદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ દાખલ કરાયો હતો. તેના પર ૯૦ના દશકાની ટીવી સીરીયલ તારાની રાઈટર અને પ્રોડ્યુસર વિન્તાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આલોક વિરૂદ્ધ કેટલીક વધુ મહિલાઓ સામે આવી હતી.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ વિન્તાએ કહ્યું હતું કે આલોકે કંઈક એવું કરી દેખાડવું જાઈએ કે જેથી તેને વિશ્વાસ થઈ જાય કે તે ભવિષ્યમાં કોઈ અન્ય મહિલા સાથે બળજબરી નહીં કરે. લેખિકાએ કહ્યું કે તેને કિયારેય બદલો લેવા માટે આ બધું નથી કર્યું. હું તેને સુધારવા માંગુ છું. તેને અફસોસ થવો જાઈએ, જેનાથી મને લાગે કે ભવિષ્યમાં કોઈ અન્ય મહિલા સાથે બળજબરી નહીં કરે જે રીતે તેને મારી સાથે કર્યું હતું. પરંતુ હાલ હું જે જાવું છું તે સંપૂર્ણ રીતે બેશર્મી છે. જા આ રીતે જ ચાલતું રહ્યું તો હું ન્યાય માટે અદાલત જવામાં પણ સંકોચ નહીં રાખું.
વિન્તાએ લખ્યું હતું- દુષ્કર્મ કરનારો આ શિકારી આજે મોટો અભિનેતા છે અને તેને ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીનાં લોકો સંસ્કારી વ્યકિત કહે છે. વિન્તાના આરોપો પર આલોક નાથે કહ્યું હતું કે- જા કોઈના લખવાથી મને દોષી માનવામાં આવે છે તો મારા કહેવાથી નિર્દોષ પણ માનો. તમે ફક્ત મને પૂછી રહ્યાં છો, તેને પણ પૂછો જેને આરોપો લગાવ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY