વિરાટ કોહલીએ અપનાવ્યો શાકાહારનો માર્ગ

0
30

ન્યુ દિલ્હી,તા.૭
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી માત્ર બેટિંગ માટે જ નહી ફિટનેસ માટે પણ ક્રિકેટ ચાહકોમાં જાણીતો છે. જાકે કોહલી હવે નોન વેજિટેરિયનની જગ્યાએ વેજિટેરિયન બની ગયો છે. એટલુ જ નહી તેના કારણે ફિટનેસમાં વધારે સુધારો થયો હોવાનુ માને છે.
પહેલા કોહલી નોન વેજ વાનગીઓનો શોખીન હતો.બીરયાની કોહલી માટે ફેવરીટ હતી. જાકે એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કોહલીએ એનિમલ પ્રોટિન એટલે કે જેમાંથી પ્રોટિન મળે છે તેવી નોન વેજ વસ્તુઓથી દુર રહેવાનુ નક્કી કર્યુ છે. છેલ્લા ચાર મહિનાથી તેણે નોન વેજ ખાવાનુ છોડી દીધુ છે અને કોહલીને લાગે છે કે તેનાથી તેની રમતમાં પણ સુધારો થયો છે.
હાલમાં પ્રોટિન માટે કોહલીના ડાયેટમાં પ્રોટિન શેક, શાકભાજી અને સોયા સામેલ કરાયા છે. કોહલીએ મીટની સાથે સાથે ઈંડા પણ છોડી દીધા છે.
કોહલીની નજીકના સૂત્રોનુ કહેવુ છે કે કોહલીને લાગે છે તેનાથી તેની પાચન શક્તિ પણ ઘણી સુધરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કોહલીની પત્ની અનુષ્કા પણ વેજિટેરિયન છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY