સુરત,તા.૧૮
મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં રોડ પર બેસી પાથરણા પાથરી ધંધો કરતાં તથા લારી ગલ્લાવાળાને ખોટી રીતે હેરાન કરવામાં આવતાં હોવાથી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લારી ગલ્લા અને પાથરણા વાળાઓએ ગાંધી પ્રતિમા ચોકબજારથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકાર રેલી દ્વારા શ્રમજીવીઓએ વેપારીઓના વિરોધ કર્યો હતો. સાથે જ પાલિકા સામે સુત્રોચ્ચાર કર્યા હતાં. અને પોતાનો ધંધો ચોપટ થયો હોવાથી વૈકલ્પિક રસ્તો કાઢવાની માંગ કરી હતી. સાથે જ દબાણ ખાતા દ્વારા અવાર નવાર કરતાં દંડ અને હેરાનગતિના વિરોધ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




