રૂ.૧૦૦ની નવી નોટ આવી,નોટ પર ઈન્ડિયા અને ૧૦૦ લખેલું છે

0
29

ન્યુ દિલ્હી,તા.૧૮
બેન્કો તરફથી રૂ.૧૦૦ની નવી નોટ ગ્રાહકો માટે આવી ગઈ છે. રૂ.૧૦૦ની નવી નોટ રીંગણી કલરની છે. જ્યારે જ્યારે નવી નોટ સર્ક્યુલેશનમા આવે ત્યારે સાથે સાથે તેની નકલી નોટો પણ માર્કેટમાં ફરવા લાગે છે આવા સમયે તકેદારી રાખવી જરૂરી છે. રૂ.૧૦૦ની નોટમાં આવુ વધારે થાય છે કેમકે તે વધુ ચલણમાં હોય છે ભારતીય રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયુ હતુ કે ૨૦૧૭-૧૮માં રૂ. ૧૦૦ની સૌથી વધુ નોટો મળી હતી.
કોઈ પણ નોટ પર કેટલાક સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા હોય છે.રૂ.૧૦૦ની નવી નોટમાં પણ તે છે. આ વાતોને સમજી લેશો તમે નકલી નોટને પારખી શકશો. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યુ છે કે રૂ.૧૦૦ની નવી નોટમાં સામેના ભાગે દેવનાગરી ભાષામાં ૧૦૦ લખવામાં આવ્યુ છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો છે. નાના અક્ષરોમાં ‘RBI’, ભારત, ‘INDIA’ અને ૧૦૦ લખેલુ છે. સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખી નોટને તૈયાર કરવામાં આવી છે. નોટમાં સિક્યોરીટિ થ્રેડ છે. તમે જ્યારે નોટને વાળશો તો થ્રેડનો કલર બદલાશે લીલા રંગમાંથી નીલો થઈ જશે. ડાબી બાજુ અશોક સ્તંભનું પ્રતિક છે. આ સીવાય મહાત્મા ગાંધીનો ફોટો તેમજ ઈલેક્ટ્રોટાઈપ ૧૦૦ વોટરમાર્કમાં દેખાશે.
નોટની પાછળ ડાબી બાજુ મુદ્રણ વર્ષ, સ્લોગન સહિત સ્વચ્છ ભારતનો લોગો, ભાષા પેનલ, રાણીની વાવ તેમજ દેવનાગરીમાં ૧૦૦ અંક લખેલા જાવા મળે છે. આ સીવાય તમે ઓનલાઈન ફિચર્સ પણ ચેક કરી શકો છો.RBIની વેબસાઈટ ‘PAISABOLTAHAI.RBI.ORG.IN’ પર ખુબજ સરળતાથી નોટ અસલી છે કે નકલી તે જાણી શકો છો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY