ઉત્તરપ્રદેશઃ વડાપ્રધાને એનજીઓના બાળકોને ૩૦૦ કરોડની થાળી પીરસી

0
7
The Prime Minister, Shri Narendra Modi addressing at the inauguration of the PETROTECH-2019, the 13th International Oil & Gas Conference & Exhibition, organised under the aegis of the Ministry of Petroleum & Natural Gas, at Greater Noida, Uttar Pradesh on February 11, 2019.

સબકા સાથ-સબકા વિકાસ’ નવા ભારતના વિકાસનો રસ્તો છેઃ મોદી
વૃંદાવન,તા.૧૧
વડાપ્રધાન મોદી NGO અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં ૩૦૦ કરોડની થાળી પીરસવાનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે સોમવારે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અહીં ચંદ્રોદય મંદિરમાં પ્રભુપાદજીની પ્રતિમાને માળા અર્પણ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ રામ નાઈક સાથે અક્ષય પાત્રની ૩૦૦ કરોડમી થાળી શાળાનાં બાળકોને આપીને તેમાં ભોજન પીરસ્યુ હતુ. તેમણે બાળકો સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન તેમની સાથે બાહુબલી ફિલ્મનાં ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને શેફ સંજીવ કપૂર પણ હાજર રહ્યા હતા.
PMએ કાર્યક્રમમાં મોડા આવવા બદલ લોકોની માફી માગી. તેઓએ કહ્યું કે, ‘લીલાધર બાલ ગોપાલની ધરતીથી લોકોનું અભિનંદક કરું છું. અટલજીના કાર્યકાળમાં ૧૫૦૦ થાળીથી શરૂ થયેલું અભિયાનની ૩ અબજમી થાળી પીરસવાનું સૌભાગ્ય મને મળ્યું છે. તેમણે કહ્યું કે ‘સબાક સાથ-સબકા વિકાસ’ જ નવા ભારતના વિકાસનો માર્ગ છે.
પીએમ મોદીએ ગાયોના ઉલ્લેખ કરતા કહ્યું કે ગૌ માતાના દૂધનું કર્ઝ કોઇ ચુકાવી શકતું નથી. ગાય આપણી સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વપૂર્ણ ભાગ રહી છે. ગાય ગ્રામીણ અર્થવ્યવસ્થાના પણ મહત્વપૂર્ણ ભાગ છે. પશુપાલકોની મદદ માટે હવે બેંકોના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા છે. હવે બેંકોથી ૩ લાખ રૂપ્યા સુધીનું ઋણ મળી શકે છે. તેનાથી આપણા તમામ પશુપાલોકને લાભ મળવાનો છે. તેમણે કહ્યું કે બજેટમાં રાષ્ટ્રીય કામધેનુ કમિશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કમિશન અંતર્ગત ૫૦૦ કરોડ રૂપિયાની જાગવાઈ ગૌ માતા અને ગૌવંશની સારસંભાળ માટે કરવામાં આવી છે.
પીએમએ કહ્યું કે કુંભ મેળાથી સમગ્ર દુનિયામાં સ્વચ્છતાનો સંદેશો પહોંચ્યો છે. સ્વચ્છ ભારત મિશનથી ઘણા લોકોનું જીવન બચી શકે છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામનાયક પણ હાજર હતા. તે દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુંભનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કુંભમાં પણ લોકો સ્વચ્છતા પ્રતિ જાગૂર્ત છે. કુંભ સૌથી મોટો આધ્યાત્મિક સમાગમ તરીકે ઉભરી આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY