૨૦૦૧ની ઇડન ટેસ્ટ રમવા હું અનફિટ હતોઃ વીવીએસ લક્ષ્મણ

0
6

મુંબઈ,તા.૨૪
૨૦૦૧ની સાલમાં ઈડન ગાર્ડન્સમાં આૅસ્ટ્રેલિયા સામેના મૅચ-વિનિંગ ૨૮૧ રન બદલ સૌથી વધુ યાદ રહી ગયેલા બૅટ્‌સમૅન વીવીએસ લક્ષ્મણે તેના પુસ્તક ‘ર૮૧ ઍન્ડ બિયાન્ડ’ના મુંબઈ-લાન્ચ પ્રસંગે કહ્યું હતું કે ‘આૅસ્ટ્રેલિયા સામેની એ ટેસ્ટમાં રમવા માટે હું પૂરતો ફિટ નહોતો. ફિઝિયો ઍન્ડ્રયુ લીપસની રૂમમાં હું ગયો ત્યારે હેમાંગ બદાણી ત્યાં ઊભેલો હતો. ઓછી ફિટનેસને લીધે મારા રમવાની સંભાવના ઓછી હતી, પરંતુ લીપસને કારણે જ મેં પૂરી ફિટનેસ હાંસલ કરી અને એ ટેસ્ટ રમી શકિયો હતો. મૅચમાં દ્રવિડે મને સતતપણે મારો ઉત્સાહ વધાર્યો હતો.’
ફાલો-આૅન પછીની એ ઇનિંગ્સમાં લક્ષ્મણના ૨૮૧ રન ઉપરાંત દ્રવિડના ૧૮૦ રન હતા. છેવટે ભારત એ મૅચ ૧૭૧ રનથી અને શ્રેણી ૨-૧થી જીતી ગયું હતું.
આ કાર્યક્રમમાં સચિન ઉપરાંત દિલીપ વેન્ગસરકર, સંદીપ પાટીલે લક્ષ્મણ પર પ્રશંસા વરસાવી હતી. આશિષ નેહરા, કિરણ મોરે અને લાલચંદ રાજપૂત પણ સમારંભમાં હાજર હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY