રાજપીપલા સહિત આસપાસ ના રીક્ષા ચાલકો દ્વારા CNG પમ્પ ની માંગ સાથે ધારાસભ્ય ને આવેદન 

0
301

નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવાને આવેદન આપી રજુઆત કરી કે પેટ્રોલ ના ભાવ આસમાને હોય સી એન જી પમ્પ ખુલ્લો મુકાય 

રાજપીપળા : રાજપીપળા ખાતે સી એન જી પમ્પની માંગ કરતુ એક આવેદન નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવા ને આપવામાં આવ્યું જેમાં રિક્ષાચાલકો એ જણાવ્યું હતું કે રાજપીપલા સહિત આસપાસ ના વિસ્તારો માં 200 થી 250 રિક્ષાઓ ફરે છે તદુપરાંત જિલ્લા માં ઘણા વાહનો પણ CNG છે, પરંતુ આસપાસ CNG પમ્પ ન હોવાથી પેટ્રોલ થી વાહન ચલાવવાની ફરજ પડે છે, ત્યારે પેટ્રોલ ના ભાવ આસમાને હોવાથી અમને ભાડું પોસાતું નથી ઉપરાંત એક CNG પંપ ડભોઇ અને બીજો ઉમલ્લા માં છે જ્યાં ગેસ ભરાવવા જવાનું ઘણું મોંઘુ પડીજાય છે, જેથી અમને અને પ્રજાને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જેનો એક માત્ર ઉપાય છે રાજપીપલા માં સી એન જી પમ્પ ખોલવામાં આવે એ બાબતે રજુઆત કરી પોતાની માંગ આવેદનપત્ર દ્વારા રજૂ કરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY