વ્યારા, તા.૯
આગામી તા. ૨૩મી, એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન યોજાનારી બારડોલી લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં ૧૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ગત તા. ૦૫મી, એપ્રિલના રોજ કરવામાં આવેલી ફોર્મ ચકાસણી દરમિયાન બારડોલી બેઠક માટે ૧૩ ઉમેદવારોના ઉમેદવારીપત્ર માન્ય ગણવામાં આવ્યા હતા. આજે તા. ૦૮/૦૪/૨૦૧૯ના રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે અપક્ષ ઉમેદવાર સેમાનભાઇ કેવજીભાઇ વસાવાએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા આ લોકસભા બેઠકની ચૂંટણી માટે ૧૨ ઉમેદવારો ચૂંટણી જંગ લડશે.
ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.એસ.નિનામા તરફથી પ્રાપ્ય વિગતોનુસાર તા. ૨૩મી, એપ્રીલના રોજ યોજાનારી ૨૩-બારડોલી લોકસભા બેઠકની ચૂંટણીમાં ૧૨ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે માત્ર એક અપક્ષ ઉમેદવાર સેમાનભાઇ કેવજીભાઇ વસાવાએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું.
બારડોલી લોકસભાની સામાન્ય ચૂંટણીના હરિફ ઉમેદવારોની યાદી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



