ઉચ્છલ-નિઝર જૂથ પાણી યોજનાના હેડ વકર્સની મુલાકાત લેતા કલેક્ટર

0
10

યોજનાનો લાભ લેતા ગામોની પણ કલેક્ટર નિનામાએ મુલાકાત લીધી
વ્યારા, તા.૧૭

તાપી જિલ્લાના કલેકટર આર.એસ.નિનામાએ તાપી જિલ્લાના ઉચ્છલ અને નિઝર જેવા સરહદી તાલુકાના ગામોનેપાણી પુરૂં પાડતી જૂથ પાણી પુરવઠા યોજનાઓના હેડવર્કસ, ફિલ્ટર પ્લાન્ટઅને ઉંચી ટાંકીઓની મુલાકાત લઇ યોજના હેઠળના ગામોનો પ્રવાસ કર્યો હતો.
ગત તા. ૧૫મી, મૅના રોજ તાપી જિલ્લાના સમાહર્તા આર.એસ.નિનામાએ તાપી જિલ્લાના છેવાડે આવેલા ઉચ્છલ અને નિઝર તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ઉચ્છલ તાલુકાના કરોડ ગામે ભૂગર્ભ સમ્પથી ગામની આંતરિક હયાત લાઇને જોડતી પાઇપલાઇનની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. વડપાડાભીંત ગામે જૂથ પાણી પુરવઠા યોજનાના સમ્પમાંથી વડપાડાભીંત તથા ધજ ગામે લાઇન નાંખી પાણી પુરવઠોશરૂ કરવા તથા ભીંતખૂર્દ ગામે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પીવાના પાણીનો કૂવો બનાવવા માટે પાણીના સ્રોતની ચકાસણી કરી કૂવો બનાવવાની કામગીરી શરૂ કરવા અંગે સૂચના આપી હતી.
નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામે કાથુડ ફળિયામાં ઓ.એસ.ટી (ઉંચી ટાંકી)માં તાત્કાલિક અસરથી પાણી પુરવઠા વિભાગ દ્વારા જૂથ યોજનાની હયાત લાઇનમાંથી કાથૂડ ફળિયાને જોડતી પાઇપલાઇન કરવા માટે તથા પાણી પુરવઠા વિભાગ દ્વારા ઓપનવેલની કામગીરી બાબતે ટાઇપ ડિઝાઇન બદલવા, હવે પછી બનાવવામાં આવનારી તમામ જૂથ યોજનાઓની કામગીરી સમ્પ આધારિત યોજના બનાવવા તથા જયાં જરૂર જણાય ત્યાં સ્ટોરેજની વ્યવસ્થા કરવા, દક્ષિણ નિઝર જૂથ યોજનાને અપગ્રેડેશનની કામગીરીનું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જેને ધ્યાને લઇ હવે પછી વાસ્મોની યોજના બનાવવાની અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લાની ૧૪ જૂથ યોજના હેઠળના તમામ સમ્પ ભરવામાં આવશે. સમ્પનું પાણી તમામ ઉંચી ટાંકીઓમાં ચઢાવી વિતરણ કરવામાં આવશે તેમજ સમ્પમાં મોટર મુકી ગામના છેલ્લા ઘર સુધી પાણી વિતરણ કરવામાં આવશે.
વધુમાં જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ ઉચ્છલ-નિઝરના ૫૨ ગામોની જૂથ પાણી પુરવઠા યોજનાના પંપીંગ સ્ટેશન, ૨ હેડવર્કસ, ૨ ફિલ્ટર પ્લાન્ટ, ૪ સબ હેડવર્કસ, ૧૫ વાસ્મોની યોજનાના સોર્સ, ટેન્કર ફિલીંગ પોઇન્ટ, ૨૦ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે નારણપુર જૂથ પાણી પુરવઠા યોજનાના હેડવર્કસ ખાતે અધિકારીઓ, કર્મચારીઓ તથા સરપંચો સાથે બેઠક કરી પીવાના પાણીની સમસ્યાના નિવારણ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY