ઝારખંડ કોર્ટે પૂર્વ મંત્રી અને પત્નીનો ચુકાદો વોટ્‌સએપ થકી આપતા સુપ્રિમ ભડકી

0
20

ન્યુ દિલ્હી,તા.૯
ઝારખંડની એક કોર્ટે પૂર્વ મંત્રી અને તેમની ધારાસભ્ય પત્ની અંગેના કેસનો ચુકાદો વોટ્‌સએપ થકી આપ્યા બાદ સુપ્રીમ કોર્ટ ભડકી ઉઠી છે. સુપ્રીમ કોર્ટે પુછ્યુ છે કે ભારતની કોઈ અદાલતમાં આ પ્રકારની મજાકને પરવાનગી કેવી રીતે અપાઈ. મળતી વિગતો પ્રમાણે આ મામલામાં હજારીબાગની કોર્ટે વોટ્‌સએપ કોલિંગ થકી આરોપ નક્કી કરવા માટે આદેશ આપ્યો હતો.
ઝારખંડના પૂર્વ મંત્રી યોગેન્દ્ર સાવ અને તેમની પત્ની નિર્મલા દેવી ૨૦૧૬માં થયેલા એક તોફાનના મામલામાં આરોપી છે. ઉપલી કોર્ટે તેમને ગયા વર્ષે એ શરતે જામીન આપ્યા હતા કે તેઓ ભોપાલમાં રહેશે અને ઝારખંડમાં પ્રવેશ નહી કરે.
દરમિયાન આરોપીઓએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે અમે વિરોધ કર્યા પછી પણ નીચેની કોર્ટે ૧૯ એપ્રિલે વોટસએપ કોલિંગ થકી અમારી સામે આરોપો નક્કી કર્યા છે.
જેના પગલે સુપ્રીમ કોર્ટની બે જજાની બેન્ચે કહ્યું હતુ કે ઝારખંડમાં શું ચાલી રહ્યું છે.આ પ્રકારે કાર્યવાહીની પરવાનગી આપીને ન્યાયપાલિકાની બદનામી કરી શકાય નહી.
આરોપીએ કેસને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની પણ માગ કરી છે. આરોપીના વકીલે કહયુ હત કે આરોપીને ૧૫ ડિસેમ્બર,૨૦૧૭ના રોજ જામીન આપવામાં આવ્યા હતા. શરત પ્રમાણે પૂર્વ મંત્રી અને તેમની ધારાસભ્ય પત્નીએ ભોપાલમાં રહેવાનુ હતુ. જ્યારે આ કેસની સુનાવણી ભોપાલ અને ઝારખંડમાં હજારીબાગની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ થકી થવાની હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY