ન્યુ દિલ્હી,તા.૯
એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સુપ્રિમ કોર્ટે જણાવ્યુ કે, એક વખત છૂટાછેટા થઇ ગયા પછી મહિલા તેના પતિ અને તેના પરિવારનાં સભ્યો સામે દહેજ મામલે પોલીસ ફરિયાદ કરી શકે નહીં.
સુપ્રિમ કોર્ટે આ ચુકાદામાં નોંધ્યુ કે, દંપતિએ છૂટાછેડા લીધા પછી ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૮(એ) અને દહેજ પ્રતિબંધ ધારા હેઠળ કોઇ ફરિયાદ ટકી શકે નહીં. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એસ.એ. બોબડે અને એલ. નાગેશ્વરા રાઓની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.
આ ખંડપીઠે નોંધ્યુ કે, જ્યારે મહિલા અરજદાર ફરિયાદ લઇને પહોંચે છે ત્યારે જા દંપતિનાં છૂટાછેડા પહેલેથી જ થઇ ચૂક્્યા હોય તો, પતિ અને તેના પરિવારજનો સામે દહેજ મામલે ફરિયાદ થઇ શકે નહીં.
એક વ્યક્તિ અને તેનો પરિવાર તેમની સામે થયેલી ફરિયાદને રદ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં આવ્યો હતો અને કેસના ચુકાદો આપતી વખતે સુપ્રિમ કોર્ટે આ મામલે કાયદાકીય સ્પષ્ટતા કરી હતી.
આ પહેલા ૨૦૧૬માં અલ્હાબાદ હાઇકોર્ટે આ પરિવારની ફરિયાદ રદ કરવાની અરજી કાઢી નાંખી હતી. આ ફરિયાદ ઉત્તરપ્રદેશનાં જલાઉન જિલ્લામાં નોંધાઇ હતી. ફરિયાદના વકીલે સુપ્રિમ કોર્ટમાં દલીલ કરી હતી કે, તેમના ક્લાયન્ટ સામે થયેલી ફરિયાદ ટકી શકે તેમ નથી કેમ કે, મહિલા ફરિયાદીએ જ ફરિયાદમાં નોંધાવ્યુ છે કે, તેમના છૂટાછેડા ચાર વર્ષ પહેલા થઇ ચૂક્્યા હતા. સુપ્રિમ કોર્ટે આ દલીલને માન્ય રાથી હતી અને નોંધ્યુ કે, દંપતિના ચાર વર્ષ પહેલા જા છૂટાછેડા થઇ ગયા હોય તો, પતિ અને તેના પરિવારજનો સામે દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ થયેલી ફરિયાદ ટકી શકે નહીં.” આ પછી સુપ્રિમ કોર્ટની ખંડપીઠે પરિવાર સામે થયેલી ફરિયાદ રદ કરી દીધી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




