શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સ ૪૬૧ અંક ઉછળી ૩૪૭૬૧ પર બંધ

0
7

મુંબઈ,તા.૧૦
કન્ઝ્યુમર ડ્યુરબેલ્સ, રિયલ્ટી, બેન્ક, એફએમસીજી, ઓટો તેમજ કેપિટલ ગૂડ્‌ઝ શેરોમાં નીચા મથાળે ધૂમ લેવાલીને પગલે બુધવારે બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૬૧ પોઈન્ટ્‌સ વધીને બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે વેલ્યૂ બાઈંગ અને બીજા ક્વાર્ટરના સારા પરિણામોની આશાએ રાહત રેલી જાવા મળી હતી.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૩૪,૮૫૮.૩૫ અને નીચામાં ૩૪,૩૪૬.૫૦ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૪૬૧.૪૨ પોઈન્ટ્‌સના ઉછાળા સાથે ૩૪,૭૬૦.૮૯ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૦,૪૮૨.૩૫ અને નીચામાં ૧૦,૩૧૮.૨૫ પોઈન્ટ્‌સ વચ્ચે ટ્રેડ થયા બાદ ૧૫૯.૦૫ પોઈન્ટ્‌સના ઉછાળા સાથે ૧૦,૪૬૦.૧૦ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૪.૧૮ ટકા અને ૩.૪૩ ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં બીએસઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ ૩.૬૩ ટકા, બીએસઈ કેપિટલ ગૂડ્‌ઝ ઈન્ડેક્સ ૩.૬૧ ટકા, બીએસઈ ફાઈનાન્સ ઈન્ડેક્સ ૩.૪૮ ટકા, બીએસઈ બેન્કેક્સ ૩.૧૧ ટકા વધ્યા હતા જ્યારે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧.૩૨ ટકા અને બીએસઈ ટેકનો ઈન્ડેક્સ ૦.૮૮ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જારદાર ખરીદી જાવા મળી હતી. બીએસઇના મિડકૅપ ઇન્ડેક્સ ૪.૨ ટકા મજબૂત થઈ ૧૪,૨૮૦ ની સપાટીએ બંધ રહ્યો છે. નિફટીના મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ પણ ૪.૨ ટકાના ઉછાળા સાથે ૧૬,૬૬૬.૫ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ ૩.૪ ટકા વધીને ૧૩, ૯ ૬૨ ની સપાટીએ બંધ રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY