વર્ક પરમિટને ખત્મ કરવાનો નિર્ણય રોકતું બિલ અમેરિકન સંઘમાં રજૂ

0
27

વોશિંગ્ટન,તા.૧૭
ટ્રમ્પ સરકારે એચ-૧બી વીઝા ધારકોના જીવનસાથીને કામ કરવાની મંજૂરી (વર્ક પરમિટ)ને ખત્મ કરવાનો નિર્ણય રોકતું બિલ અમેરિકન સંઘમાં રજૂ કરાયું છે. બે અમેરિકન સાંસદો અન્ના જી ઇશા અને જા લાફગ્રેને આ બિલને રજૂ કર્યું.
તેમનું કહેવું છે કે એચ-૧બી વીઝા ધારકોના જીવનસાથીને મળનાર આ લાભને ખત્મ કરવાથી વિદેશી કર્મચારી પોતાના દેશ પાછા ફરશે અને પોતાની પ્રતિભાનો ઉપયોગ અમેરિકન કંપનીઓ સામે હરિફાઇ કરશે. અમેરિકામાં એચ-૧બી વીઝા ધારકોના જીવનસાથી (પતિ-પત્ની)ને એચ-૪ વીઝા અપાય છે. આ એક બિન પ્રવાસી વીઝા છે કે અમેરિકન કંપનીઓને કેટલાંક ખાસ ક્ષેત્રોમાં ખાસ યોગ્યતા ધરાવનાર વિદેશી કર્મચારીઓની ભરતીને મંજૂરી આપે છે.
આ વીઝા ભારતીય આઈટી પ્રોફેશલની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. ટ્રમ્પ સરકારની વર્ક પરમિટને ખત્મ કરવાના પ્રયાસોની વચ્ચે અમેરિકન સાંસદ અન્ના જી ઇશૂ અને જા લાફગ્રેને એચ-૪ રોજગાર સંરક્ષણ બિલ રજૂ કર્યું છે. ૧,૦૦,૦૦૦ કર્મચારી ખાસ મહિલાઓને કામ કરવાની મંજૂરી મળી છે. તેનાથી અમેરિકાની પ્રતિસ્પર્ધા ગતિવિધિઓમાં સુધારો થયો છે અને સાંસદોએ ગૃહમાં બિલ રજૂ કર્યા બાદ કહ્યું કે જ્યારથી તેઓ આ નિયમ લાગૂ યો ચે ૧૦૦૦૦૦ કર્મચારીઓ ખાસ કરીને મહિલાઓને કામ કરવાની મંજીરી નથી. આનાથી અમેરિકાની હરિફ ગતિવિધિઓમાં સુધારો થયો છે અને હજારો એચ-૧બી વીઝા ધારકો અને તેમના પરિવારનો આર્થિક બોજ ઘટ્યો છે.
ઇશુ એ કહ્યું કે આ નિયમને સમાપ્ત કરવાથી કેટલાંય પ્રવાસીઓ કે અથવા તો પોતાના પરિવારોને વિભાજીત કરવા માટે મજબૂર થવું પડશે અથવા તો તેને પોતાના દેશ પાછું ફરી અમેરિકન વ્યવસાયોની વિરૂદ્ધ હરિફાઇ કરવા માટે પોતાની પ્રતિભાનો ઉપયોગ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY