પાલનપુરમાં આરોગ્ય નિદાન-સારવાર કેમ્પમાં ૧૨૪૧ લોકો લાભાર્થી બન્યા

0
16

૧૧૭ દર્દીઅોને સ્મીમેરમાં રીફર કરવામાં આવ્યા
સુરત, તા.૧૭
ચોમાસા દરમ્યાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં વિના મૂલ્યે આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ તા.૧૫-૯-૨૦૧૮ના રોજ પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર, સંતતુકારામ સોસા., સામે, પાલનપુર જકાતનાકા સુરત ખાતેથી દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગમાં આરોગ્ય સમિતિ અધ્યક્ષ દિગ્વિજયસિંહ બારડ, મ્યુ. સદસ્ય જશુબેન રાઠોડ, ઈ.ચા. આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગર, કાર્યપાલક ઈજનેર જયેશભાઈ સોલંકી, ફેમિલી પ્લાનિંગ મેડીકલ અોફિસર, ડો. ફેનિલ પટેલ, આસી. કમિશનર એ.એમ.રાજ, ઈ.ચા.નાયબ આરોગ્ય અધિકારી ડો. ચેતન ચોકસી તથા સ્મીમેર હોસ્પિટલના વિવિધ રોગના નિષ્ણાંત તેમજ અડાજણ અને પાલ શહેરી આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ અોફિસરો, આરોગ્ય, આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારી તથા કર્મચારીઅો હાજર રહ્ના હતા.
આ કેમ્પમાં સ્મીમેર મેડીકલ કોલેજના વિવિધ તજજ્ઞોએ તબીબી નિદાન કરી સારવાર આપી હતી. મેડીકલ કેમ્પમાં પાલનપુર શહેરી આરોગ્ય કેન્દ્રની આસપાસના વિસ્તારના કુલ ૧૨૪૧ લાભાર્થીઅોએ લાભ લીધો હતો. જેમાં ફીઝીશ્યન દ્વારા ૨૬૦, સર્જન દ્વારા ૭૮, બાળરોગ નિષ્ણાંત દ્વારા ૧૦૩, સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૧૦૨, ચામડીના નિષ્ણાંત દ્વારા ૨૮૮, આંખના નિષ્ણાંત દ્વારા ૧૭૮, મેડીકલ અોફિસર દ્વારા ૨૩૨ દર્દીઅોને તપાસવામાં આવ્યા હતા. લેબ. ટેક્નિશિયન દ્વારા તાવના ૫૨ દર્દીઅોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ઓ.આર.એસ. ૨૩૦ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૧૭ દર્દીઅોને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આગામી વિના મૂલ્યે નિદાન સારવા કેમ્પનું આયોજન તા.૨૨-૯-૨૦૧૮ના પરવત શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે તો આ વિસ્તારની જાહેર જનતાને મહત્તમ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY