જેફ બેઝોસ વિશ્વના અને મુકેશ અંબાણી ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ: ફોર્બ્સ

0
64

ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની વર્ષ 2018ની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ અને દુનિયાના 19માં નંબરના ધનાઢ્ય વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે.

આ વર્ષે આ યાદીમાં એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પહેલાં નંબરે પહોંચી ગયા છે. તેમની સંપત્તિ 112 અબજ ડોલર (લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા) છે. આ સાથે જ તેઓ 100 અબજ ડોલરથી વધુ સંપત્તિવાળા પહેલાં અબજપતિ પણ બની ગયાં છે. તેઓએ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પાછળ છોડી દીધાં છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી 40.1 અબજ ડોલર (લગભગ 2.61 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની સાથે 19માં નંબર પર છે. તો પતંજલિના આચાર્ય બાલકૃષ્ણન ટોપ-100માં છે.

આ યાદીમાં ટોપ-10માં કોઈપણ મહિલા સામેલ નથી. અમેરિકી રિટેલ ચેન વોલમાર્ટના ઉત્તરાધિકારી એલિસ વોલ્ટન 16માં સ્થાનની સાથે પહેલી મહિલા છે.

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ
– મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ 8 અબજ ડોલર (લગભગ 52 હજાર કરોડ રૂપિયા)નો વધારો થયો છે.
– ગત વર્ષે તેઓ 20માં નંબરે હતા.
– યાદીમાં વિશ્વભરના 2208 અબજપતિ ઉદ્યોગપતિઓને સામેલ
– 102 ભારતીય ઉદ્યોગપતિ પણ છે યાદીમાં.

વિશ્વના ટોપ પાંચ ધનાડ્યો
1) જેફ બેઝોસ- 112 અબજ ડોલર
2) બિલ ગેટ્સ- 91.2 અબજ ડોલર
3) વોરન બફેટ- 87.7 અબજ ડોલર
4) બર્નાર્ડ અર્નોલ્ટ- 75 અબજ ડોલર
5) માર્ક ઝુકરબર્ગ- 72 અબજ ડોલર

ટોપ પાંચ ભારતીય ધનાઢ્યો
1) મુકેશ અંબાણી- 40.1 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 19મો નંબર)
2) અઝીમ પ્રેમજી- 18.8 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 58મો નંબર)
3) લક્ષ્મીનિવાસ મિત્તલ- 18.5 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 62મો નંબર)
4) શિવ નડાર- 14.6 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 98મો નંબર)
5) દિલીપ સંઘવી- 12.8 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 115મો નંબર)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY