ઇસ્લામાબાદ,તા.૧૫
પાકિસ્તાન હાલમાં આર્થિક કટોકટીના સમય માંથી પસાર થઈ રહ્યું છે. તેનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. પાકિસ્તાનની નવી સરકાર સામે સૌથી મોટો પડકાર તેના અર્થતંત્રને સંભાળવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેની કથળતી અર્થવ્યવસ્થાને સુધારવા માટે પાકિસ્તાનને આઇએમએફમાંથી લોન લેવાની ફરજ પડશે.પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થાને લઈને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે સ્પષ્ટતા કરી છે. એક મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે જણાવ્યું કે, પાકિસ્તાન આઇએમએફ પાસે મદદ માટે હાથ નહીં લંબાવે. વધુમાં તેણે જણાવ્યું કે, અમેરિકન ડોલરની સરખામણીમાં પાકિસ્તાનનો રુપિયા ઘટી રહ્યો છે, તેનું અવમુલ્યન રોકવા પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે કરાર કર્યો છે.
જે અંતર્ગત સાઉદી અરેબિયા પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર વધારવા મોટા પ્રમાણમાં અમેરિકન ડોલરનું રોકાણ કરશે. જેથી પાકિસ્તાની રુપિયાને મદદ મળશે. અને ડોલરની સરખામણીમાં તેનું અવમુલ્યન ઘટશે. જાકે તેમાં એક સમસ્યા એ પણ છે કે, સાઉદી અરેબિયા દ્વારા જમા કરવામાં આવેલા ડોલરનો ઉપયોગ પાકિસ્તાન કરી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને તેની કથળી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવા તાત્કાલિક ૯ અબજ ડોલર જેટલી રકમની જરુર છે. વર્ષ ૧૯૮૦થી પાકિસ્તાન આઇએમએફ પાસેથી ૧૪ વખત લોન લઈ ચુક્્યું છે. જેથી હવે પાકિસ્તાન એવી શક્્યતા ચકાસી રહ્યું છે તેને આઇએમએફ પાસેથી લોન ન લેવી પડે. હવે સાઉદી અરેબિયા પાકિસ્તાનને કેટલી આર્થિક સહાય કરે છે અને કઈ શરતોને આધિન કરે છે તેના ઉપર પાકિસ્તાનને નિર્ભર રહેવું પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




