કૈલાશ માનસરોવરનું પાણી લાવીને રાહુલ ગાંધીએ પાપ કર્યુંઃ સુબ્રમણ્યમ સ્વામી

0
351

ન્યુ દિલ્હી,તા.૧૦
ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીનું રાજઘાટ પર માનસરોવરનું પાણી ચઢાવવા પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે કૈલાશ માનસરોવરમાં પાણી ભરવા નથી દેવામાં આવતુ. જ્યાં સુધી તમે તપસ્યા ના કરી હોય ત્યાં સુધી માનસરોવરનું પાણી લાવું પાપ છે. રાહુલ ગાંધીએ પાપ કર્યુ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત બંધમાં માર્ચ શરૂ થાય એ પહેલા દિલ્હી ખાતે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન કૈલાશ તળાવથી પાણી લાવીને બાપુની સમાધિ પર ચઢાવ્યુ હતુ.
સ્વામીએ કહ્યું કે કૈલાશ અને માનસરોવર પાસે જે એરપોર્ટ છે. ત્યાં માનસરોવરના પાણીના વેચાણની દુકાન છે. સુબ્રમણ્યમ સ્વામી કહ્યું કે મને માનસરોવર યાત્રાના ખૂણે ખૂણાની જાણછે. રાહુલ ગાંધીએ ખોટુ ના બોલવું જાઈએ સાચુ બોલી દેવુ જાઈએ કે પશુપતિનાથમાં અંદર કેમ ન જવા દેવામાં આવ્યા. રાહુલ ગાંધીમાં એવા કેવા દોષ છે, કે જેથી પૂજારીઓએ દરવાજા ના ખોલ્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY