મુરૈના,તા.૬
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. પોતાના એક દિવસીય પ્રવાસમાં કોંગ્રેસ અધ્યક્ષ ઘણા કાર્યક્રમોમાં હિસ્સો લેશે. સાથે જ તેઓ રોડ શા પણ કરશે. રાહુલે અહીંયા મુરૈનામાં એક જનસભાને પણ સંબોધિત કરી. રાહુલે આ દરમિયાન મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલે ખેડૂતો અને આદિવાસીઓનો મુદ્દો પોતાના ભાષણમાં ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે ભારતમાં ભ્રષ્ટાચાર જમીનમાં થાય છે પરંતુ તેનું નુકસાન ખેડૂત ઉઠાવે છે.
રાહુલે કહ્યુ, “ગાંધીજી હિંદુસ્તાનની આઝાદી માટે અંગ્રેજા સાથે લડ્યા હતા. તેમનું લક્ષ્ય હતું કે ભારતીયોને તેમનો હક મળે. અંગ્રેજાના ગયા પછી મોટાં પગલાંઓ લેવામાં આવ્યા. ઘણી પ્રગતિ થઈ. વોટનો અધિકાર આપવામાં આવ્યો. બંધારણ બન્યું. આજે જે પણ અધિકારો આપણને મળે છે તે બંધારણના આધારે મળે છે. હરિયાળી ક્રાંતિ, શ્વેતક્રાંતિ બધું જ બંધારણના દમ પર થયું.”
“વિજય માલ્યા નાણામંત્રી અરૂણ જેટલીને મળીને હિંદુસ્તાનનો પૈસો લઈને ભાગી ગયો. ખેડૂત પોતાની જમીન માટે લડે છે. તેને ઉઠાવીને આ લોકો બહાર ફેંકી દે છે અને ઉદ્યોગપતિઓ પર કોઇ કાર્યવાહી નથી કરતા.”
“મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર આવી તો આદિવાસી બિલ લાવીશું. આ તમને કોઈ ગિફ્ટ નથી આપી રહ્યા. તે તમારો અધિકાર છે. તમારો હક છે. આદિવાસીઓને જળ, જંગલ, જમીનનો ફાયદો મળવો જાઇએ. દેશમાં બધા માટે જગ્યા હોવી જાઇએ. અમે ઉદ્યોગપતિઓ અને ખેડૂતો બંનેને એકસમાન નજરે જાઇશું. અમે ખેડૂતોને દેવાંમાફીનું વચન આપ્યું હતું, જેને પૂરું કર્યું. ખેડૂત દબાયેલો છે, તેને મદદની જરૂર છે.”
“કોંગ્રેસ પાસે વધારે સાંસદો નથી પરંતુ કોંગ્રેસનો દરેક સાંસદ તમારા અધિકાર માટે લડે છે. લોકસભા અને રાજ્યસભામાં અને ભાજપાને રોકી છે.”
“જમીનના હસ્તાંતરણના મામલે પંચાયતની ભૂમિકા બહુ મોટી હોય છે. શકિત પંચાયતમાં હોવી જાઇએ. એટલે આપણે પંચાયતને સત્તા આપેલી છે કે મહિલાઓને આરક્ષણ આપવામાં આવે. મનરેગા જુઓ. તેની પંચાયત શકિત મોદી સરકારના આવ્યા પછી નબળી થઈ ગઈ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






